ફતેપુરા ખાતે ઇવીએમ સ્ટ્રોંગ રૂમ અને અન્ય વ્યવસ્થાઓનુ જનરલ ઓબ્ઝર્વર દ્વારા નિરીક્ષણ કરાયું
ફતેપુરા તા. ૨૮
તારીખ 28 એપ્રિલ 2024 અને રવિવારના રોજ દાહોદ લોકસભા મતવિસ્તારના જનરલ ઓબ્ઝર્વર મહંમદ અકબર વાની એ ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ખાતે આઈ કે દેસાઈ હાઈસ્કૂલમાં ઈવીએમ સ્ટ્રોંગ રૂમ ની તેમજ અન્ય વ્યવસ્થાઓ ની રૂબરૂ મુલાકાત લઈને નિરીક્ષણ અને સમીક્ષા કરી હતી.
તેઓએ સૌ પ્રથમ આઈ.કે.દેસાઈ હાઇસ્કુલ ખાતે ઈવીએમ સ્ટ્રોંગ રૂમ ની નિરીક્ષણ કર્યું હતું અને સમીક્ષા કરી હતી,ત્યારબાદ કમિશનિંગ ની પ્રક્રિયા એટલે કે ઇવીએમ મશીનો તૈયાર કરવાની પ્રક્રિયાનું નિરીક્ષણ કરીને સમીક્ષા કરી હતી,ત્યારબાદ મોક પોલ પ્રક્રિયા નું નિરીક્ષણ કરીને સમીક્ષા કરી હતી,તેઓએ તમામ બાબતોનું અને કામગીરીનું નિરીક્ષણ અને સમીક્ષાઓ કરીને ઉપસ્થિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન આપ્યું હતુ.
આ વેળાએ તેઓની સાથે દાહોદ લોકસભા મતવિસ્તારના લાયઝન અધિકારી અને દાહોદ જિલ્લાના ખેતીવાડી અધિકારી પી.આર દવે ઉપસ્થિત રહ્યા હતા તેમજ સમગ્ર નિરીક્ષણ અને સમીક્ષા ની પ્રક્રિયા દરમિયાન ફતેપુરા વિધાનસભા મતવિસ્તારના મદદનીશ ચૂંટણી અધિકારી આર કે રાઠવા તેમજ તેમના સંપૂર્ણ સ્ટાફ ખડે પગે હાજર રહ્યા હતા અને અધિકારીઓને જરૂરી માહિતી અને જાણકારી આપી હતી ત્યારે આ વેળાએ ફતેપુરા પોલીસ મથકના પીએસઆઇ જે બી તડવી અને પોલીસ જવાનો સાથે ઉપસ્થિત રહ્યા હતા.