લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ ચુનાવ કા પર્વ, દેશ કા ગર્વ વાસીયા ડુંગરી ખાતે બાઈક રેલી કરીને ગ્રામજનોને મતદાન કરવા અંગે જાગૃત કરાયા

Editor Dahod Live
1 Min Read

રાજેશ વસાવે :- દાહોદ 

લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ ચુનાવ કા પર્વ, દેશ કા ગર્વ

વાસીયા ડુંગરી ખાતે બાઈક રેલી કરીને ગ્રામજનોને મતદાન કરવા અંગે જાગૃત કરાયા

દાહોદ તા. ૧૨

લોકસભા સામાન્ય ચૂંટણીના અવસરમાં તમામ વર્ગના મતદારો સહભાગી બનીને પોતાનો કિંમતી મત આપે એ માટે કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જેમાં દાહોદ જિલ્લા વહીવટીતંત્ર પણ સહભાગી બન્યું છે. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સ્વીપ પ્રવૃતિઓ અંતર્ગત વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે ધાનપુર તાલુકાના વાસીયા ડુંગરી ખાતે બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતુ.

ધાનપુર તાલુકાના વાસીયા ડુંગરીના યુવાનો દ્વારા બાઇક રેલી યોજીને ગ્રામજનોને મતદાન અંગે જાગૃત કરવામાં આવ્યા હતા. બાઈક રેલીમાં મતદાન જાગૃતિના ગીતો વગાડી બેનર્સ અને પોસ્ટર્સ દ્વારા આગામી ચૂંટણીમાં જરૂરથી મતદાન કરવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.

Share This Article