નવીન સીકલીગર :- પીપલોદ/ કલ્પેશ શાહ :- સિંગવડ
પીપલોદ રેલવે બ્રિજ પર ફોરવીલર તેમજ બાઈક વચ્ચે અકસ્માત,
પિપલોદ રેલવે બ્રિજ પર એક મોટર સાઇકલ સવાર તથા ઈકોગાડી નો વળાંકમાં એક્સિડન્ટ થતા મોટરસાયકલ તથા ઇકો ગાડીને નુકસાન થયું.
દાહોદ તા. ૫
પીપલોદ રેલવે બ્રિજ પર થોડાક સમય પહેલા પુલ બનાવવામાં આવ્યો જેનુ લોકાર્પણ દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોર તથા ગુજરાતના રાજ્યકક્ષાના મંત્રી બચુભાઈ ખાબડ દ્વારા કરવામાં આવ્યું હતું જ્યારે આ પુલને ચાલુ કરવામાં આવ્યો ત્યાર પછી આ બ્રિજ પર વળાંક હોવાના લીધે સામસામે આવતી ગાડીઓ નહીં દેખાતા અને વળાંક વધારે પડતો હોવાના લીધે વાહન ચાલકોને ફૂલ સ્પીડમાં આવતા હોય તેના લીધે એકસીડન્ટ થતા હોય છે જેનામાં આજરોજ 5 4 2024 ના રોજ સવારે 9:00 વાગ્યા ના રસ્તામાં રણધીપુર તરફથી મોટરસાયકલ સવાર જતા હતા ત્યારે પીપળોદ તરફથી એક eeco ગાડી જે આવી જતા મોટરસાયકલ સવારને ઇકો ગાડી નહીં દેખાતા તથા ઇકો ગાડી પણ રોંગ સાઈડમાં આવી જતા એકસીડન્ટ થવા પામ્યો જ્યારે આ એકસીડન્ટ થતા મોટરસાયકલ ચાલક ને ઈજા થઈ હોય તેમ લાગી રહ્યું હતું જ્યારે ઇકો ગાડીને પણ નુકસાન થવા પામ્યું હતું જ્યારે જે રેલવે ફાટક પર પુલ બનાવવામાં આવ્યો તેના પુલના વળાંક ની બંને સાઇડ ઉપર બમ્પ મૂકવામાં નહીં આવતા અને બધા જ વાહન ચાલકો ફૂલ સ્પીડમાં જતા હોય તેના લીધે એકસીડન્ટ નો ભોગ બને તેમ છે જ્યારે આ પુલ પર જો રેલ્વે તંત્ર દ્વારા બમ્પ બનાવવામાં નહીં આવે તો હજુ મોટા એકસીડન્ટ થઈ શકે તેમ છે માટે આ પુલ પરના લાગતા વળગતા અધિકારીઓ દ્વારા રેલવે પુલ પર પ બમ્પ બનાવવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે જ્યારે જો આ પુલ ઉપર બમ્પ નહીં બનાવવામાં આવે તો હજી મોટી જાનહાની થઈ શકે તેમ પણ છે.