લોકસભા ચૂંટણી – ૨૦૨૪
જિલ્લા સેવા સદન દાહોદ ખાતેના કંમ્પલેન રીડ્રેસલ કંટ્રોલ રૂમની મુલાકાત લેતા ચુંટણી અધિકારી શ્રી યોગેશ નિરગુડે
દાહોદ તા. ૧૬
દાહોદ જિલ્લા ચુંટણી અધિકારી શ્રી યોગેશ નિરગુડેએ લોકસભા સામન્ય ચૂંટણી જિલ્લા સેવા સદનની સ્માર્ટ સીટીની ગ્રીન બિલ્ડીંગ ખાતે રાઉન્ડ ધ ક્લોક કામગીરી કરી રહેલા કંમ્પલેન રીડ્રેસલ કંટ્રોલ રૂમ અને એક્સપેન્ડિચર મોનિટરીંગ સેલની મુલાકાત લીધી હતી અને અહીંની કામગીરી અને વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું અને સંબધિત અધિકારીશ્રીઓને જરૂરી સૂચનો આપ્યા હતા. તેમજ કંટ્રોલ રૂમ ના ટોલ ફ્રી નંબર.18002330053 નું જાતે કોલ કરી ટેસ્ટિંગ પણ કર્યું હતું.ચુંટણી અધિકારી શ્રી યોગેશ નિરગુડે એ ગ્રીન બિલ્ડીંગ ખાતેના સ્માર્ટ સીટીના કંટ્રોલ રૂમની પણ મુલાકાત લીધી હતી અને નગરની સીસીટીવી સહિતની સુરક્ષા વ્યવસ્થા વિશે ચર્ચા કરી જરૂરી સૂચનો કર્યા હતા.
આ વેળાએ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી સુ શ્રી હેતલબેન,ચુંટણી મામલતદાર શ્રી સહિત નાયબ મામલતદાર શ્રીઓ સહિતના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતા.
૦૦૦