
રાહુલ ગારી :- ગરબાડા
નીમચ ગામ ખાતે તાલુકા વિકાસ અધિકારી અને સરપંચના હસ્તે નવીન રસ્તા નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું
ગરબાડા તા. ૧૪
ગરબાડા તાલુકાના નિમચ ગામ ખાતે આજે તારીખ 14 ના રોજ નવીન રસ્તા નું ખાતમુરત ગરબાડાના તાલુકા વિકાસ અધિકારી હસમુખભાઈ રાઠવા તથા ગામના સરપંચ વિજયભાઈ અમલીયારના હસ્તે કરવામાં આવ્યું હતું જેમાં નીમચમાં અંગ્રેજોના શાસન થી લઈને આજ દિન સુધી સમસ્યાનો ભોગ બની રહેલા ચૌહાણ ફળિયાના નાગરિકો તથા ચૌહાણ ફળિયા પ્રાથમિક શાળાના શિક્ષકો તથા બાળકો માટે આશીર્વાદ રૂપ બની રહે તે માટે ગામના સરપંચ વિજયસિંહ અમલીયાર તથા ભારત સિંહ નાનાભાઈ અમલીયાર દ્વારા નીચવાસ ફળીયા પાકા રોડથી ચૌહાણ ફળિયા પ્રાથમિક શાળા સુધી મનરેગા યોજના હેઠળ મંજૂર થયેલ માટી મેટલ રોડનું ખાતમુરત કરવામાં આવ્યું હતું જે હાલમાં નવીન રસ્તો બનાવવા માટે ફોરેસ્ટ વિભાગમાં આવતી જમીનમાં રસ્તો બનાવવા માટે ફાળવવામાં આવી હતી વર્ષોની તપસ્યાના અંતે ચૌહાણ ફળિયાના નાગરિકો તથા શાળા પરિવારના લોકોને આ નવીન રસ્તો બનતા સમસ્યાથી છુટકારો મળશે આ ખાદમુરત કાર્યક્રમ માં ગ્રામ પંચાયતના સભ્યો આગેવાનો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા