રાજેશ વસાવે :- દાહોદ
દાહોદમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) ની યોજાયેલ ચૂંટણીમાં ડો.ભરત શુક્લા પ્રમૂખ પદે ચૂંટાયા..
પ્રથમ વખત લોકશાહી ઢબે યોજાયેલી ચૂંટણીમાં ૧૭૪ સક્રિય તબીબોએ ભાગ લીધો.
દાહોદ તા.૨૩
દાહોદ શહેરમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) ની આગામી બે વર્ષની મુદત માટે પ્રમુખ ઉપપ્રમુખ સહિતના પદ માટે ગત.તારીખ 20.02.2024 ના રોજ લોકશાહીની ઢબે ચૂંટણી યોજાઈ હતી.જેમા ઇન્ડિયન મેડિકલ એસોસિએશન સાથે જોડાયેલા 147 જેટલા સક્રિય તબીબોએ ભાગ લેતા આ ચૂંટણી યોજાઈ હતી. જેમાં બહુમતીની સાથે દાહોદના ઇ.એન.ટી સર્જન ડો .ભરત.પી.શુકલા પ્રમૂખપદે ચૂંટાઈ આવ્યા હતા.તેમજ ડો.પ્રશાંત વસૈયા (ઓપથેલમોલોજિસ્ટ) મંત્રી પદે ચૂંટાઈ આવતા ચૂંટણી પ્રક્રિયામાં સામેલ થયેલા તમામ તબીબોમાં ઉત્સાહની લાગણી પ્રતિત થતી દેખાઈ હતી. આ ચૂંટણીમાં ડો. રાજેશભાઈ વૈદ્યને વાઈસ પ્રેસિડેન્ટ , ડો. સારવ પટેલને જોઈન્ટ સેક્રેટરી, તથા ડો.સંજય ચુડાસમાને ખજાનચી તરીકે ચૂંટાઈ આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દાહોદ ખાતે સૌપ્રથમ વખત યોજાયેલી ચૂંટણી બેલેટ પેપર વડે યોજાઈ હતી. જેમા બહુમતી સાથે ચૂંટાયેલા હોદ્દેદારો આગામી બે વર્ષ માટે નિયુક્તિ પામેલ છે.