કરોડિયા પુર્વ ગ્રામ પંચાયત દ્વારા માસ્ક વિના ફરતા લોકોને દંડ ફટકાર્યો,કરોડિયા ગ્રામ પંચાયત દ્વારા રૂપિયા 3200 દંડ વસૂલ કરવામાં આવ્યો
કોરોના મહામારી થી દેશ અને દુનિયામાં લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.કોરોના વાયરસથી બચવા માટે નો એક માત્ર ઉપાય મોઢા પર માસ્ક પહેરવું શોશ્યલ ડિસ્ટન્સ રાખવુ તેમજ કામ સિવાય ઘરની બહાર નીકળવું નહીં તથા હાથને વારંવાર સાબુથી ધોવુ જોઈએ છતાં પણ જનતા કોરોના મહામારી વાયરસ બીમારીને હળવાશથી લઈ મોઢા પર માસ્ક પહેર્યા વગર નીકળી પડતા હોય છે.ત્યારે ફતેપુરા તાલુકાના કરોડિયા પૂર્વ ગ્રામ પંચાયત દ્વારા કડકાઈથી અમલ કરી મોઢા પર માસ્ક વિના નીકળી પડતા લોકોને ઉભા રાખી રૂપિયા 200 દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. માસ્ક વિના ફરતા ઇસમો પાસેથી દંડ લેખે રૂપિયા 3200 કરોડિયા પૂર્વ ગ્રામ પંચાયત દ્વારા વસૂલ કરવામાં આવેલ છે.