
રાહુલ ગારી :- ગરબાડા
ભર શિયાળે ચોમાસા જેવો માહોલ…ગરબાડા પંથકમાં ભારે પવન સાથે વરસાદ…
કમોસમી વરસાદ પડતાં ગરબાડા પોલીસ મથકના રોડ આગળ ગટરના પાણી ભરાયાં …
કમોસમી માવઠાના પગલે ઘઉંના ઉભા પાકને વ્યાપક નુકસાનની ભીતિ: ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા..
ગરબાડા તા. ૧૦
દાહોદ જિલ્લાના જુદા જુદા વિસ્તારો તેમજ ગરબાડા તાલુકામાં ગઈ સાંજથી વાતાવરણમાં એકાએક પલટો આવતા ભારે પવન સાથે કમોસમી વરસાદે જમાવટ કરતા ભરશિયાળે ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો હતો.જોકે આજે વહેલી સવારથી જ વીજળી તેમજ પવના કડાકા ભડાકા સાથે વરસાદ ખાબક્યો હતો. એકાએક કમોસમી માવઠાના પગલે ખેડૂતોના રવીપાકને નુકસાન થવાની ભીતી સેવાઈ રહી છે.ત્યારે ગરબાડા ગાંગડી સહિતના વિસ્તારોમાં ખેતરોમાં ઉભા ઘઉંના પાક મારે પવન સાથે સુઈ જતા ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યના હવામાન વિભાગની આગાહી સાચી પડી છે અને દાહોદ જિલ્લામાં ભર શિયાળે વરસાદી માહોલ જામતા ચોમાસા એ જમાવટ કરી હોય તેમ દ્રશ્યો જોવાય રહ્યા છે
ત્યારે કમુરતા ઉતરતા લગ્નસરાની સીઝન ચાલુ થવાના આરે છે. તો બીજી તરફ ઉતરાણ પર્વને લઈને પતંગના વેપારીઓ દ્વારા ઠેર ઠેર સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હતા.જોકે શાંતિ શરૂ થયેલા ભારે વરસાદથી પતંગ નો માલ સામાન પાણીમાં પલળી જતા વેપારીઓને પણ વ્યાપક નુકસાન પહોંચવા પામી છે.જયારે કમોસમી વરસાદ પડતાં ગરબાડા નગરમાં આવેલ પોલિસ મથકના આગળ ના રોડ પર ગટરના પાણી ભરેલા દ્રશ્યો આપણને જોવા મળી રહ્યા છે.