Friday, 22/11/2024
Dark Mode

દે.બારીયા:વ્યાપારીઓ દ્વારા કૃત્રિમ અછત ઉભી કરી “પાન પડીકીનું બ્લેક માર્કેટિંગ” પુરજોશમાં:વહીવટીતંત્ર દ્વારા લોભિયા વ્યાપારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવું જનહિતમાં…

મઝહર અલી મકરાણી @ દે.બારીયા 

દેવગઢબારિયા નગરમાં વિમલ ગુટખાની કૃત્રિમ અછત ઊભી કરતા વેપારીઓ અંદર ખાને વેપારીઓ દ્વારા ચલાવાતી ઉઘાડી લુંટ,કંપનીમાંથી વિમલનો જથ્થોના આવ્યો હોવાનું રટણ કરી લોકડાઉનમાં કરોડો કમાયા, કેટલાય વેપારીઓ જથ્થાનો સંગ્રહ કરી અછત ઊભી કરી રહ્યા હોવાની ચારેકોર ચર્ચા, નગરમાં અનેક પાન,બીડી,ગુટખા વેપારીઓ દ્વારા સંગ્રહખોરી કરી હોવાનો અંદેશો વહીવટી તંત્ર દ્વારા સ્ટોક તપાસી વ્યાજબી ભાવે વિમલ ગુટખાનું વેચાણ કરાવવામાં આવે તેવી માંગ.

દે.બારીયા તા.23

દેવગઢ બારિયા નગરમાં લોક ડાઉન ચારમાં પાન,બીડી ગુટખાના વેચાણ માટે આંશિક છૂટછાટ અપાતા સંગ્રહખોર વેપારીઓએ ભાવ વધુ લેવા માટે કૃત્રિમ અછત ઊભી કરી નગરમાં ઉઘાડી લુંટ ચલાવતી હોવાની વ્યાપક બૂમો ઉઠવા પામી છે.ત્યારે સંલગ્ન તંત્ર દ્વારા સ્ટોક તપાસવામાં આવે તો વેપારીઓની પોલ બહાર આવે તેમ છે.નગરના એક વેપારી દ્વારા વિમલના જથ્થાનું વેચાણ અન્ય વેપારીઓએ માલ બારોબાર સગેવગે કરતા હોવાનું ચારેકોરથી ચર્ચાઓ ઉઠવા પામી છે.

દાહોદ જિલ્લાના દેવગઢબારિયા નગરમાં લોકડાઉનના કારણે પાન,બીડી, ગુટખાના ભાવ જાણે આસમાને ચડી ગયા હતા. તો કયાંક તમાકુના બંધારણીયોને દેશી તમાકુ ખાવાનો વારો આવ્યો હતો. ત્યારે આ વિભાગના ગુટખાના ભાવ આસમાને જતાં કેટલાક ગરીબ વર્ગે બંધારણીયોને ગુટખા ખાવાના છોડી મૂક્યા હતા.ત્યારે લોકડાઉન 04માં સરકાર દ્વારા પાન,બીડી,ગુટખાની છૂટછાટ આપવામાં આપતા તેના જથ્થાબંધ વેપારીઓ દ્વારા હાલમાં પાન,બીડી,ગુટખા પડિકીનો જથ્થો ખલાસ થઈ ગયો હોવાનું જણાવી તેનું વેચાણ બંધ કરી દેવામાં આવ્યું છે.અને કેટલાક વેપારીઓ દ્વારા વિમલ ગુટખા ઉપર જાણે સ્કીમ મુકવામાં આવી હોઈ તેમ એક હજારની અન્ય વસ્તુ ખરીદી તો તેને એક વિમલ નું પેકેટ 150 રૂપિયામાં આપવામાં આવે છે ત્યારે નગરના એક વેપારીઓ દ્વારા 130 રૂપિયાના ભાવે વિમલનું પેકેટ આપવામાં આવે છે. ત્યારે નગરમાં કેટલાય જથ્થાબંધ વિમલ ગુટખાના વેપારીઓ દ્વારા હજુ કંપનીમાંથી વિમલ ગુટખાનો જથ્થો હજી સુધી આવ્યો નથી તેમ કહી  કંપનીમાંથી આવેલ જથ્થો સંગ્રહ કરી પાછલા દરવાજે ઉચા ભાવે વિમલનો જથ્થો વેપારીઓ દ્વારા વેચાણ થઈ રહ્યું છે. ગુટખાના સંગ્રહખોર વેપારીઓને કંપની દ્વારા કેટલો જથ્થો આપવામાં આવ્યો છે. તેની તંત્ર દ્વારા તપાસ કરી પાન બીડી ગુટખાના જથ્થા સગેવગે થાય છે.અને ક્યાં વેપારીઓ દ્વારા અછત ઊભી કરવામાં આવે છે? તે તપાસ થાય તેવી માંગ ઉઠવા પામી છે.ત્યારે હાલમાં આ પાન બીડી ગુટખાના વેચાણથી લોકો પણ વહેલી સવારથી બજારમાં વિમલ ગુટખાની ખરીદી કરવા દોડી આવે છે.ત્યારે આ સંગ્રહખોરો દ્વારા ઉઘાડી લૂંટ ચલાવાઇ છે.ત્યારે  સ્થાનિક તંત્ર આ બાબતે અજાણ કે પછી આંખ આડા કાન તેવા અનેક સવાલ ઉઠવા પામ્યા છે.ત્યારે બીજી તરફ આરોગ્ય તંત્ર દ્વારા પણ કહેવાય રહ્યું છે કે પાન બીડી ગુટખાથી કોરોનાનો સક્રમણનો ફેલાવો વધારે થઈ રહ્યો છે.ત્યારે હવે તંત્ર કેવા પગલાં લેશે તે જોવાનું રહ્યું ?

error: Content is protected !!