દાહોદમાં બહારગામથી આવેલા દંપતી સહીત 3 લોકો કોરોના પોઝીટીવ આવતા ખળભળાટ: દાહોદમાં એક્ટિવ કેસોનો આંકડો 12 પર પહોંચ્યો

Editor Dahod Live
2 Min Read

જીગ્નેશ બારીયા @ દાહોદ 

દાહોદ તા.21

દાહોદ શહેરમાં આજરોજ કોરોના પોઝીટીવના 3 કેસો નોંધાવા પામતા શહેર સહિત જિલ્લામાં ખળભળાટ મચી જવા પામ્યો છે. વધુ મળતી માહિતી પ્રમાણે આરોગ્ય વિભાગ દ્વારા ગતરોજ 10 સેમ્પલો કલેક્ટ કરી ચકાસણી અર્થે મોકલવામાં આવ્યા હતા. જેમાંથી 7 ના રિપોર્ટ નેગેટિવ આવા પામ્યા છે. અને એક દંપતી સહીત 3 લોકો કોરોના પોઝીટીવ આવતા આરોગ્ય વિભાગ સહિત નગરજનોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

લોકડાઉન 04 માં સરકાર દ્વારા નિયમો હળવા કરતા બહારગામમાં ફસાયેલા લોકો દાહોદ પરત આવી રહ્યા છે. ત્યારે દાહોદમાં કોરોના ન ફેલાય તેની સાવચેતીના ભાગરૂપે આરોગ્ય વિભાગ દ્વારા બહારગામથી દાહોદ આવેલા લોકોને કોરોનટાઇન કરી તેઓના સેમ્પલ કલેક્ટ કરી ચકાસણી કરી રહ્યા છે. ત્યારે આરોગ્ય દ્વારા ગઈકાલે 10 જેટલા સેમ્પલ ચકાસણી અર્થે મોકલ્યા હતા જેમાં 7 ના રિપોર્ટ નેગવટીવ આવવા પામ્યા છે. અને દંપતી સહીત ત્રણના રિપોર્ટ પોઝિટિવ આવવા પામ્યા છે. આજરોજ કોરોના પોઝીટીવ આવેલા પ્રીત નિલેશભાઈ દેસાઈ રહે. દેસાઈવાડ ગત. તારીખ 18 મીના રોજ દિલ્હીથી પરત આવ્યા હતા. જ્યારે 32 વર્ષીય અલીઅસગ઼ર હુસેનભાઇ ગરબાડાવાલા તેમજ તેમની 28 વર્ષીય પત્ની શીરીન અલીઅસગ઼ર ગરબાડાવાલા રહે. મોચીવાડ ઉપરોક્ત દંપતિ ગત તારીખ 17 મેના રોજ આણંદ જિલ્લાના ઉમરેઠથી દાહોદ પરત આવ્યા હતા હાલ આ ત્રણેય કોરોના ગ્રસ્ત લોકો સરકારી કોરોનટાઇનમાં સારવાર લઇ રહ્યા છે.
હાલ દાહોદમાં અત્યાર સુધી કોરોના પોઝીટીવ કુલ 30 કેસો નોંધાવા પામ્યા છે.જેની સામે કુલ 18 લોકો કોરોના મુક્ત થવા પામ્યા છે ત્યારે હવે કુલ 12 એક્ટિવ કેસો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

Share This Article