નીલ ડોડીયાર@દાહોદ,હિતેશ કલાલ @ સુખસર
દાહોદ જિલ્લામાં ૧૨ પોલીસ કર્મચારીઓની આંતરિક બદલી,પોલીસ મથકનો વહીવટ કરતા હોય તેવા કર્મચારીઓની બદલી થતાં ખળભળાટ.
દાહોદ તા.16
દાહોદ જિલ્લામાં હાલમાં કોરોના સંક્રમણને લઈ લોકડાઉન ચાલી રહ્યું છે. ત્યારે જિલ્લા પોલીસ વડા દ્વારા ૧૨ જેટલા પોલીસ કર્મચારીઓની આંતરિક બદલી કરી તાત્કાલિક બદલી વાળી જગ્યાએ હાજર થવાનો હુકમ કરાતા ખળભળાટ મચી જવા પામ્યો છે
દાહોદ જિલ્લામાં કોરોના સંક્રમણને લઈ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સક્રિય કામગીરી કરવામાં આવી રહી છે. પોલીસ વિભાગ પણ ખડે પગે હાજર રહી કામગીરી કરી રહ્યું છે. જ્યારે જિલ્લા પોલીસ વડા હિતેશ જોઇશર દ્વારા જિલ્લામાં ફરજ બજાવતા ૧૨ જેટલા પોલીસ કર્મચારીઓની વહીવટી કારણોસર જાહેરાતમાં બદલી કરી દેવામાં આવી હતી તેમજ આ તમામ કર્મચારીઓને તાત્કાલિક છૂટા કરી ફરજના સ્થળે હાજર કરવાનો હુકમ કરાતા ખળભળાટ મચી જવા પામ્યો હતો. જેમાં ધાનપુર પોલીસ મથકના મુકેશકુમાર ને એલસીબી દાહોદ,દેવગઢ બારિયા પોલીસ મથકના અર્જુનભાઈ ને જિલ્લા ટ્રાફીક, લીમડી પોલીસ મથકના હિતેશભાઈ ને ધાનપુર, ધાનપુર પોલીસ મથકના કિરીટકુમાર ને એલ.સી.બી, પેરોલ ફ્લો શાખાના કિરણકુમાર ને એલ.સી.બી, જિલ્લા ટ્રાફિક ના જયંતીભાઈ ને ધાનપુર, ગરબાડા પોલીસ મથક ના નવઘણભાઈ ને એલ.સી.બી, કતવારા પોલીસ મથક ના હેમેન્દ્ર સિંહ ને જિલ્લા ટ્રાફીક, પોલીસ હેડ ક્વાર્ટર ના દિનેશભાઈને પેરોલ ફ્લો, ધાનપુરના જીતેન્દ્ર ભાઈને દાહોદ ટાઉન, સુખસર ના જીતેન્દ્ર ભાઈને પોલીસ હેડક્વાર્ટર તેમજ લીમખેડાના વૈશાલીબેન ને પોલીસ હેડક્વાર્ટર ખાતે હાજર થવાનો હુકમ કરાયો હતો. આ કર્મચારીઓમાંથી મોટાભાગના કર્મચારીઓ પોલીસ મથકનો વહીવટ કરતા હોવાનું જાણવા મળ્યું હતું