Thursday, 26/12/2024
Dark Mode

ફરજ દરમિયાન ગેરવર્તણૂક અને બેદરકારી બદલ ત્રણ TRB જવાનોને ફરજ મુક્ત કરાયા સોશિયલ મીડિયામાં વાહન ચાલકો પાસેથી રૂપીયા માંગવાનો વિડિઓ વાયરલ થયા બાદ SP ની કાર્યવાહી

October 18, 2023
        5566
ફરજ દરમિયાન ગેરવર્તણૂક અને બેદરકારી બદલ ત્રણ TRB જવાનોને ફરજ મુક્ત કરાયા  સોશિયલ મીડિયામાં વાહન ચાલકો પાસેથી રૂપીયા માંગવાનો વિડિઓ વાયરલ થયા બાદ SP ની કાર્યવાહી

ફરજ દરમિયાન ગેરવર્તણૂક અને બેદરકારી બદલ ત્રણ TRB જવાનોને ફરજ મુક્ત કરાયા

સોશિયલ મીડિયામાં વાહન ચાલકો પાસેથી રૂપીયા માંગવાનો વિડિઓ વાયરલ થયા બાદ SP ની કાર્યવાહી

દાહોદ ટાઉન એ ડિવિઝન પોલીસ સ્ટેશનની હદમાં ટ્રાફિક બ્રિગેડમાં માનદ વેતનમાં ફરજ બજાવતા ત્રણ TRB જવાનોને ફરજ મુક્ત કરાતા ચકચાર.

દાહોદ તા. ૧૮

ફરજ દરમિયાન ગેરવર્તણૂક અને બેદરકારી બદલ ત્રણ TRB જવાનોને ફરજ મુક્ત કરાયા સોશિયલ મીડિયામાં વાહન ચાલકો પાસેથી રૂપીયા માંગવાનો વિડિઓ વાયરલ થયા બાદ SP ની કાર્યવાહી

દાહોદ જિલ્લામાં ડૉ રાજદીપસિંહ ઝાલાએ જિલ્લા પોલીસવડા તરીકેનો ચાર્જ લેતાજ વિદેશી દારૂ જુગારની બદીઓ તેમજ અન્ય ગેરકાયદેસર પ્રવુતિઓ ઉપર સદંતર અંકુશ લાવવા માટેના આદેશો બાદ બુટલેગરો તેમજ જુગારના અડ્ડાઓ ચલાવતા ગેમ્બલરો ભૂગર્ભમાં ઉતરી ગયા છે ત્યારે જિલ્લાના તમામ પોલીસ મથકોની હદમાં વર્ષોથી વિવિધ ગુનાઓમાં સંપડાયેલા ફરાર આરોપીઓ તેમજ જેલ ફરારી આરોપીઓને પકડી પાંજરે પુરવા માટેની ડ્રાઇવ પણ ચલાવવામાં આવી રહી છે

ફરજ દરમિયાન ગેરવર્તણૂક અને બેદરકારી બદલ ત્રણ TRB જવાનોને ફરજ મુક્ત કરાયા સોશિયલ મીડિયામાં વાહન ચાલકો પાસેથી રૂપીયા માંગવાનો વિડિઓ વાયરલ થયા બાદ SP ની કાર્યવાહી

તેમજ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્તિથી જળવાય રહે તે માટે જિલ્લાના તમામ પોલીસ મથકોની જિલ્લા પોલીસવડા દ્વારા મુલાકાતો પણ કરી રહ્યા છે તેમજ શહેર સહીત જિલ્લા ભરમાં ટ્રાફિક ઝુંબેશ અંતર્ગત ડ્રાઈવો પણ યોજવામાં આવી રહી છે ત્યારે આ તમામ પોલીસની કામગીરી અંતર્ગત થોડા દિવસો અગાઉ સોશિયલ મીડિયા ઉપર દાહોદના TRB જવાનો વાહન ચાલકો પાસેથી રૂપિયા પડાવતા હોવાના વિડિઓ વાયરલ થયા હતા જોકે વિડિઓ વાયરલ થતા જ એક પળનો વિલંબ કર્યા વગર જિલ્લા પોલીસવડા ડૉ રાજદીપસિંહ ઝાલાએ વિડિઓની તપાસ કરી હતી જેમાં એ ડિવિઝન પોલીસ મથકની હદમાં ટ્રાફિક બ્રિગેડની ફરજ બજાવતા અજિત ગફફાર પઠાણ નામનો TRB જવાન હોવાનું સ્પષ્ટ વીડિયોમાં જણાઈ આવ્યું હતું ત્યારે પોલીસવડાએ તપાસનો દોર લંબાવતા અજિત પઠાણની સાથે અન્ય બે TRB જવાન પણ દોષી જણાઈ આવતા ત્રણેય TRB જવાનોને તાત્કાલિક ફરજ મુક્ત કરવાનો આદેશ કરતા ટ્રાફિક પોલીસમાં ખલભળાટ મચી જવા પામ્યો હતો.જેમાં ગત તારીખ 13-10-2023 ના રોજથી જ TRB જવાન તરીકે ફરજ બજાવતો અજિત ગફ્ફાર પઠાણ, ચિરાગ કનુભાઈ સંગાડા તથા સુનિલ રામસિંહ બારીયાને તાત્કાલિક અસરથી ફરજ મુક્ત કરી દેવાતા ટ્રાફિક પોલીસમાં ખલભળાટ મચી જવા પામ્યો હતો….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!