કલ્પેશ શાહ :- સીંગવડ
સિંગવડ તાલુકાની ખુટા પ્રાથમિક શાળાનો 44 મો સ્થાપના દિવસ ઉજવાયો…
સીંગવડ તા. ૨૭
આજ રોજ તારીખ -26/9/2023 ના રોજ ખુંટા પ્રાથમિક શાળામાં SMC ના અધ્યક્ષ ધીરાભાઈ તાવિયાડ ના અધ્યક્ષપણા હેઠળ 44 મા શાળા સ્થાપના દિવસ ની ઉજવણી કરવામાં આવી. જેમાં SMC ના સભ્યો,ગામના નાગરિકો, તથા શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા.
શાળાની 44 મા સ્થાપના દિવસ ની ઉજવણી ભારતીય સંસ્કૃતિ મુજબ 44 દીવડા પ્રગટાવી કરવામાં આવી. શાળામાં અભ્યાસ કરી જેઓ હાલ સરકારી નોકરી કરી રહ્યા છે તેવા રમેશભાઈ ભેદી(પ્રાથમિક શિક્ષક ), ધર્મેન્દ્રભાઈ બારીઆ (પો. કોસ્ટેબલ )તથા શર્મિષ્ટાબેન કટારા(આંગણવાડી કાર્યકર )નું શાળ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું તેમજ શાળા સ્થાપના સમયે જેઓએ યોગદાન આપ્યું તેવા વડીલો અને જમીન દાતા એવા શંકરભાઈ ભેદી, રયજીભાઈ કટારા નું પણ શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું. આ તબક્કે રમેશભાઈ ભેદી, ધર્મેન્દ્રભાઈ બારીઆ તથા રયજીભાઈ કટારા એ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું.
આ પ્રસંગે શાળાના આચાર્યશ્રી ભરતભાઈ કટારા તથા રમેશભાઈ ભેદી તરફથી સૌને ભોજન કરાવ્યું. આમ શાળા સ્થાપના દિવસ ની ઉજવણી ખુબ જ ધામધૂમ થી કરવામાં આવી…