દેવગઢ બારીયા નગરના કાપડી વિસ્તારમાં ચાલતા જુગારધામ પર એલસીબી ત્રાટકી: 9 ખેલીયો 1.50 લાખ ઉપરાંતના મુદ્દા માલ સાથે ઝડપાયા
દાહોદ તા.૦૨
દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ નગરમાં જાહેરમાં રમાતા જુગારના અડ્ડા પર દાહોદ એલ.સી.બી. પોલીસે ઓચિંતો છાપો મારતાં જુગારીઓમાં નાસભાગના દ્રશ્યો સર્જાઈ જવા પામ્યાં હતાં. પોલીસે ૦૯ જુગારીઓને ઝડપી પાડી રોકડા રૂપીયા ૫૮,૮૫૦ તેમજ ૦૭ મોબાઈલ ફોન મળી કુલ રૂા. ૧,૫૮,૮૫૦નો મુદ્દામાલ કબજે કર્યાનું જાણવા મળે છે.
દાહોદ એલ.સી.બી. પોલીસને મળેલ બાતમીના આધારે ગતરોજ દેવગઢ બારીઆ નગરના કાપડી વિસ્તારમાં ચાલતાં જુગારના અડ્ડા પર ઓચિંતો છાપો મારતાં જુગારીઓમાં નાસભાગના દ્રશ્યો સર્જાઈ જવા પામ્યાં હતાં. પોલીસે જુગાર રમી રહેલા મજીદભાઈ અબ્દુલ્લા શુક્લા (મુસ્લીમ), નિશારભાઈ મજીદભાઈ શુક્લા (મુસ્લીમ) , ઈમરાનખાન ફૈજુલ્લાખાન પઠાણ, રહેમદ રસુલભાઈ મલેક (મુસ્લીમ), ફારૂકભાઈ મુસાભાઈ જેથરા (મુસ્લીમ), સાજીદભાઈ વાહીદભાઈ અડવાલ (મુસ્લીમ), સત્તારભાઈ અબ્દુલ્લા શુક્લા (મુસ્લીમ), અલ્તાફભાઈ કયુમભાઈ ઘાંચી (મુસ્લીમ) અને સાજીદભાઈ મહમદભાઈ જેથરા નાઓને પોલીસે ઝડપી પાડી તેઓની અંગ ઝડતી અને દાવ પરથી રોકડા રૂપીયા ૫૮,૫૮૦ તેમજ૦૭ મોબાઈલ ફોન કિંમત રૂા. ૩૫,૦૦૦ એમ કુલ મળી પોલીસે રૂા. ૧,૫૮,૫૮૦નો મુદ્દામાલ કબજે કર્યાે હતો.
આ સંબંધે પોલીસે જુગારધારાની કલમ મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
——————-