પીપલોદના ટાંડીમાં ધમધમતા જુગારધામ પર પોલીસે છાપો મારી 7 જુગારીયાઓને ઝડપી પાડ્યો..
પીપલોદ તા.૨૯
પીપલોદ પોલીસ મથકનો હવાલો સંભાળતાની સાથે જ નવા અધિક્ષકે 25,000 ઉપરાંતના મુદ્દામાલ સાથે સાત જુગારીઓને ધરપકડ કરી અને પીપલોદમાં નવીન પી.એસ.આઇ ડી.આઇ.સોલંકી અને પોલીસ સ્ટાફ જી.આર.ડી સ્ટાફ સાથે ધાર્મિક ત્યોહાર રક્ષાબંધન નિમિત્તે પરેડ માર્ચ દરમિયાન કેટલાક અડચણરૂપ વાહનોને ડીટેઇન કરી ધમાકેદાર એન્ટ્રી કરી હતી.
દાહોદ જિલ્લા પોલીસ વડા દ્વારા વહીવટી કારણોસર જિલ્લાના કેટલાક અધિકારીઓની બદલી કરવામાં આવી છે. ત્યારે દેવગઢ બારીયાના પીપલોદ પોલીસ મથક પર પી.એસ.આઈ ડી.આઈ.સોલંકી એ હવાલો સંભાળતા ની સાથે દારૂના બુટલે કરો અને જુગારધામ ચલાવતા અસામાજિક તત્વોમાં ફફળાટ વ્યાપી જવા પામ્યો છે આવતા વેંત પીપલોદના ટાંડી ફળિયામાં બાતમીના આધારે રેડ પડી મોટરસાયકલ સહિત 25,340 ના મુદ્દા માલ સાથે સાત જુગારી અને ધરપકડ કરી હતી જેમાં નગરના ટાંડી ફળિયામાં રહેતા સંજય બાબુ વણઝારા તેમજ પંકજ ચિમન પટેલનાઓ પોતાના અંગત સ્વાર્થ માટે બહારથી માણસો બોલાવી ગંજિત પત્તાનો જુગાર રમતા હોવાની બાતમી મળતા પોલીસે રેડ પડી હતી પોલીસે ટાંડી ફળિયામાં રહેતા સંજય બાબુ વણઝારા પંકજ ચીમન પટેલ ભરત ખુશાલ પટેલ, મહેશ લક્ષ્મણ પટેલ, રેલ બહાર ફળિયાના અંકિત લક્ષ્મણ પટેલ ડાયરા ફળિયાના વિજય પુના ડાયરા પંચેલાના ભાવેશ ભરત વણઝારા ની ધરપકડ કરી જુગાર ધારાની કલમ મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જ્યારે પોલીસે આજરોજ પરેડ માર્ચ દરમિયાન અડચણરૂપ જણાઈ આવેલા કેટલાય વાહનોને ડીટેઇન કરી નિયમોનું પાલન ન કરી અન્ય વાહન ચાલકોને અડચણ ઊભું કરી રહેલા વાહનચાલકોને ચેતવણી આપી હતી.