રાજેશ વસાવે દાહોદ
લોભ ને થોભ નહી… દાહોદમાં ૧.૪૦ કરોડની લોટરી લાગીના વોટસએપ મેસેજમાં ભેજાબાજોએ મહિલાને રૂ. ૧૭ લાખનો ચૂનો ચોપડ્યો.
દાહોદ તા. ૨૯
લોભ ને થોભ નહી એ ઉક્તિ મુજબ અજાણ્યા મોબાઈલ નંબરો પરથી દાહોદની બુરહાની સોસાયટીમાં રહેતી ૩૬ વર્ષીય મહિલાને વોટસએપ પર મેસેજમાં વાઉચર નંબરો મોકલી વાઉચર સીલેક્ટ કરાવી એક કરોડ ચાલીસ લાખની લોટરી લાગેલ હોવાનું જણાવી જુદા જુદા એકાઉન્ટમાં જુદી જુદી તારીખે રૂપિયા ૧૭ લાખ ઉપરાંતની માતબર રકમ નંખાવી ઓનલાઈન છેતરપીંડી કર્યાનું સામે આવ્યું છે.
બનાવની વિગત મુજબ અજાણ્યા ઈસમે તા. ૧૯-૫-૨૦૨૩ થી તા.૨૧-૬-૨૦૨૩ સુધીના સમયગાળામાં દાહોદ બુરહાની સોસાયટીમાં સીરીન એપાર્ટમેન્ટમાં રહેતા ૩૬ વર્ષીય રશીદાબેન હુસેનભાઈ મનસુરભાઈ મુલ્લામીઠાને જુદા જુદા મોબાઈલ નંબરો ૮૪૮૩૦૨૩૨૨૮, ૯૭૫૬૮૬૨૫૫૬, ૯૩૪૫૦૩૪૩૬૮, ૯૨૩૦૮૯૬૦૦૫૬૫, ૮૯૦૨૧૮૭૭૬૮, ૯૧૨૦૪૫૫૯૯૦, અને ૪૪૭૩૫૫૯૪૭૦૬૫ પરથી વોટસએપ પર મેસેજ કરી વાઉચર નંબરો મોકલી વાઉચર નંબર સીલેક્ટ કરાવી ગિફટમાં એક ડાયમંડ સેટ, એક ગોલ્ડ સેટ, એક આઈફોન મોબાઈલ અને પાઉન્ડ મળી કુલ રૂપિયા એક કરોડ ચાલીસ લાખની લોટરી લાગેલ હોવાનું જણાવી ટુકડે ટુકડે રૂ. ૧૭,૦૧,૬૦૦ મેળવી લીધા હતાં. વધુમાં બાદ રશીદાબેન રૂપિયા નહી મોકલો તો પોલસ પકડી જશે તેવી બીક બેસાડી હતી. ત્યારબાદ, તે ઈસમે વોટ્સએપ ઉપરથી મેસેજો ડીલીટ કર્યા હતાં અને કોઈ ગિફટ આપી ન રૂ. ૧૭ લાખ ઉપરાંતનો ચૂનો ચોપડ્યો હતો. આ સંબંધે ઓનલાઈન ફ્રોડનો ભોગ બનેલ દાહોદ બુરહાની સોસાયટીમાં સીરીન એપાર્ટમેન્ટમાં રહેતા રશીદાબેન હુસેનભાઈ મનસુરભાઈ મુલ્લામીઠાએ દાહોદ બી ડીવીઝન પોલિસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલિસે આ મામલે ઈપિકો કલમ ૪૦૬, ૪૨૦, ૩૮૪ તથા આઈ.ટી.એક્ટ કલમ ૬૬સી, ૬૬ડી મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.