રાજેશ વસાવે દાહોદ
દાહોદ નજીક દસલા ગામેથી પોલીસે લાખો રૂપિયાનો દારૂ ભરેલી સ્કોર્પિયો ગાડી ઝડપી, ચાલક ફરાર…
પોલીસને જોઈ ખેપીયો અંધારાનો લાભ લઇ ભાગ્યો,3,49 લાખનો દારૂ તેમજ 3 લાખની ગાડી મળી 6.49 લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો…
દાહોદ તા.17
દાહોદ તાલુકાના દસલા ગામેથી પેટ્રોલિંગમાં નીકળેલી કતવારા પોલીસે બાટલીના આધારે સફેદ કલરની સ્કોર્પિયો ગાડીમાંથી 3.49 લાખ રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. જયારે પોલીસને જોઈ રાત્રિના અંધારામાં સ્કોર્પિયો ગાડીનો ચાલક ફરાર થઈ જતા કતવારા પોલીસે વિદેશી દારૂનો જથ્થો તેમજ ફોરવીલર ગાડી મળી 6.49 લાખ ઉપરાંત નો મુદ્દામાલ જપ્ત કરી પ્રોહિબિશન ની હેરફેરમાં સામેલ બુટલેગરો સામે ગુનો દાખલ કર્યો છે.
મધ્યપ્રદેશના સરહદી વિસ્તારોમાંથી બુટલેગરો વિદેશી દારૂનો જથ્થો ગુજરાતમાં ઘુસાડી તગડો નફો રળી લેવા અવનવા કીમીયા અજમાવે છે. ત્યારે વિદેશી દારૂની વધીને ડામવા તેમજ બુટલેગરોને અંકુશમાં રાખવા દાહોદ પોલીસ દ્વારા છેલ્લા એક અઠવાડિયા ઉપરાંતથી લાખો રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં સફળતા સાપડી છે. ત્યારે તાજેતરમાં ગઈકાલે કતવારા પોલીસ મથકના પી.એસ.આઇને બાતમી મળી હતી કે મધ્યપ્રદેશના રાણાપુર તરફથી કુંદનપુર દસલા જવાના રસ્તા પર વગર નંબરની સ્કોર્પિયો ગાડીમાં વિદેશી દારૂનો જથ્થો લાવવામાં આવી રહ્યો છે. આ બાતમીના આધારે પેટ્રોલિંગમાં નીકળેલી કતવારા પોલીસે દસલા ગામે વોચ ગોઠવી હતી તે સમયે સામેથી બાતમીમાં દર્શાવેલ ગાડી આવતા પોલીસ સાબદી બની હતી. સ્કોર્પિઓ પરંતુ વિદેશી દારૂ લાવનાર ખેપિયાએ પોલીસને દૂરથી જોઈ સ્કોર્પિઓ ગાડીને રોડની સાઈડમાં ઊભી કરી જંગલમાં ભાગી જતા પોલીસે ગાડીની તલાસી લેતા તલાસી દરમિયાન ભારતીય બનાવટના વિદેશી દારૂની જુદા જુદા માર્કની 2880 બોટલો મળી કુલ 3,49,980 રૂપિયાનો દારૂ મળી આવતા પોલીસે વિદેશી દારૂનો જથ્થો તેમજ ત્રણ લાખ રૂપિયા કિંમતની સ્કોર્પિયો ગાડી મળી કુલ 6,49,980 રૂપિયાનું મુદ્દામાલ કબજે કરી ફરાર થયેલા ખેપિયા તેમજ દારૂ લાવનાર તેમજ મંગાવનાર તત્વો સામે ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.