ફતેપુરા બીઆરસી ભવન ખાતે નિપુણ ભારત અંતર્ગત તાલુકા કક્ષાનો કલા મહોત્સવ યોજાયો

Editor Dahod Live
1 Min Read

યાસીન ભાભોર ફતેપુરા 

ફતેપુરા બીઆરસી ભવન ખાતે નિપુણ ભારત અંતર્ગત તાલુકા કક્ષાનો કલા મહોત્સવ યોજાયો

ફતેપુરા તા. ૧૪

 

આજે તારીખ 14 ઓગસ્ટ 2023 ના રોજ ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ખાતે ફતેપુરા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી પ્રકાશ વણકરના અધ્યક્ષ સ્થાને ફતેપુરા બીઆરસી ભવન ખાતે નિપુણ ભારત અંતર્ગત ફતેપુરા તાલુકાનો તાલુકા કક્ષાનો કલા મહોત્સવ યોજાયો હતો.આ કલા મહોત્સવમાં 23 કલસ્ટર માંથી 7 સ્પર્ધાઓમાં વિજેતા થયેલા 161 બાળકોએ ભાગ લીધો હતો અને પોતાની વિવિધ પ્રકારની કલાઓ રજૂ કરી હતી.આ કલા મહોત્સવમાં ભાગ લીધેલ બાળ કલાકારોને પ્રોત્સાહિત કરવા માટે નું સુંદર પ્લેટફોર્મ બીઆરસી ભવન ફતેપુરા દ્વારા પૂરું પાડવામાં આવ્યું હતું. જેમાં નિપુણ ભારત અંતર્ગત ફતેપુરા તાલુકાના તાલુકા કક્ષાના આ કલા મહોત્સવમાં ફતેપુરા તાલુકાના BRC મુકેશ પટેલ તેમજ ફતેપુરા તાલુકાના CRC મિત્રો,આચાર્યો અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.

Share This Article