દાહોદ ૭૪ મો વન મહોત્સવ-૨૦૨૩ દેવગઢબારિયા ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી શીતલબેન વાઘેલાના અધ્યક્ષ સ્થાને “જિલ્લા કક્ષાનો વન મહોત્સવ” કાર્યક્રમ યોજાયો
વધુને વધુ વૃક્ષોનુ વાવેતર કરી તેનાં જતન થકી “ગ્રીન ગુજરાત ક્લીન ગુજરાત”ની સંકલ્પનાને સાકાર કરવા સરકાર કટીબધ્ધ
વન છે તો વૈભવ છે”: ઋષિમુનીઓ, સંતોએ શ્રેષ્ઠ જીવન જીવવાના માર્ગ માટે વૃક્ષોમાંથી બોધપાઠ લઈ પરોપકારી જીવન જીવવા દિશા સુઝ આપી હતી
વાવે ગુજરાત સુત્રને ચરિતાર્થ કરતા આપણાં રાજ્યને વધુને વધુ હરિયાળું બનાવવાની નેમ સાથે આપણે સૌ સંકલ્પબદ્ધ થઈએ
દેવગડબરીયા તા. 5
જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી શીતલબેન વાઘેલાના અધ્યક્ષ સ્થાને શ્રી જયદીપસિંહજી જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર દેવગઢબારિયા ખાતે, “જિલ્લા કક્ષાનો ૭૪મો વન મહોત્સવ” કાર્યક્રમ યોજાયો હતો.
જિલ્લા કક્ષાના ૭૪મા વન મહોત્સવના કાર્યક્રમમાં પ્રમુખ શ્રીમતી શીતલબેન એ જણાવ્યું કે પ્રકૃતિ, વૃક્ષો અને છોડ સાથે મનુષ્યનો સદીઓથી અતૂટ સંબંધ રહ્યો છે, આપણી ભારતીય સંસ્કૃતિ પણ તપોવનની સંસ્કૃતિ તરીકે પ્રસિદ્ધિ પામી છે. ધાર્મિક, સાંસ્કૃતિક તેમજ ઔષધિય દૃષ્ટિએ પણ વૃક્ષો પોતાનું આગવું અને અનન્ય મહત્વ ધરાવે છે. આપણે ત્યાં વૃક્ષોને સંતોની પદવી આપેલી છે જે યથાયોગ્ય છે. વૈશ્વિક પર્યાવરણીય સમસ્યાઓના આધુનિક યુગમાં સમગ્ર વિશ્વ એક સૂરે કહી રહ્યું છે કે, “વન છે તો વૈભવ છે”
શ્રીમતી શીતલબેન વાઘેલા એ જણાવ્યું હતું કે, ગુજરાતના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી તેમજ રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર “ગ્રીન ગુજરાત-ક્લીન ગુજરાત”ના લક્ષ્ય ભણી આગળ વધી રહી છે. વધુને વધુ વૃક્ષોનુ વાવેતર કરી તેનું જતન કરી “ગ્રીન ગુજરાત ક્લીન ગુજરાત” ના સંકલ્પનાને સાકાર કરવા સરકાર કટીબધ્ધ હોવાનું પ્રમુખ શ્રી એ જણાવ્યું હતું. આવનારી પેઢીને વારસામાં કંઈ આપવા માટે ટકાઉ વિકાસ ખુબ જ જરૂરી છે, માટે પર્યાવરણની જાળવણી માટે પ્રધાનમંત્રીશ્રી અને મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં પર્યટક સ્થળોએ અનેક સાંસ્કૃતિક વનોનું નિર્માણ કરીને વન મહોત્સવ અંગે પ્રોત્સાહન પુરું પાડવામાં આવી રહ્યું છે.
નાયબ વન સંરક્ષક સંશોધન વિભાગ ગાંધીનગરના શ્રી ડો ગંગાશરણસિંહ એ જણાવ્યું હતું કે મનુષ્યની માનસિક સ્થિતિની અસર પ્રકૃતિ પર પડે છે. સમય જતા પ્રકૃતિ પ્રત્યેની લોકોની લોભ અને શોષણ વૃત્તિને કારણે આજે ગ્લોબલ વોર્મિંગ જેવી સમસ્યાને કારણે કુદરતે પોતાના રોદ્ર સ્વરૂપ દેખાડવા લાગી છે. આથી આપણે સૌએ વૃક્ષ ઉછેરવા જોઈએ.
આ કાર્યક્રમ દરમિયાન વન વિભાગના નાયબ વન સંરક્ષકશ્રી અમિત નાયકે સ્વાગત પ્રવચન કર્યુ હતું.
કાર્યક્રમમાં મહિલા ગ્રુપ નર્સરીના સાથે જોડાયેલા સંખીમંડળના ગ્રુપોને ચેક વિતરણ કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સાથોસાથ વનવિભાગ સાથે સંકલનમાં રહી વૃક્ષો ઉછેર અને વન્યજીવ રેસ્ક્યુ ની ઉત્તમ કામગીરી કરતાં એવા પ્રકૃતિમિત્ર મંડળ દાહોદ, કિંગ ઓફ રાજમહેલ એનિમલ રેસ્ક્યુટીમ બારિયા,ગુજરાત રાજ્ય યુવા બોર્ડ ઓને પ્રસસ્તિપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યુ હતું
આ ઉજવણીના પ્રસંગે જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેનશ્રી અશ્વિનભાઈ, મદદનીશ વન સંરક્ષક શ્રી અભિષેક શામરીયા, માજી મંત્રી શ્રીમતી ઉર્વશી દેવીજી, તાલુકા પંચાયત પ્રમુખ શ્રી, પ્રાંત અધિકારી શ્રી જ્યોતિબા ગોહિલ, મામલતદાર શ્રી, તાલુકા વિકાસ અધિકારી શ્રી, તેમજ બહોળી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા..