સિંગવડ મામલતદાર ઓફિસ ખાતે જાતિના દાખલા માટે અરજદારોનો ઘસારો….

Editor Dahod Live
2 Min Read

કલ્પેશ શાહ સિંગવડ 

સિંગવડ મામલતદાર ઓફિસ ખાતે જાતિના દાખલા માટે અરજદારોનો ઘસારો….

સિંગવડ  તા. 3       

                   

સિંગવડ મામલતદાર ઓફિસ ખાતે જાતિના દાખલા નીકળવા માટે સિંગવડ તાલુકાના ગામડાના અરજદારોનો ઘસારો જોવા મળ્યો હતો જ્યારે હમણાં સરકાર દ્વારા ( સ્વ ઘોષણા) નામના આવાસ નું ફોર્મ બહાર પાડવામાં આવ્યું તેમાં ભરવા માટે જાતિના દાખલાની જરૂર પડતી હોય છે જેને લીધે સિંગવડ મામલતદાર ઓફિસ ખાતે અરજદારોનો મેળો જોવા મળ્યો હતો જ્યારે જાતિના દાખલા નીકળવા માટે સિંગવડ તાલુકાના આવાસના ઉમેદવારો ફોર્મ ભરવાના હોય તેના લીધે આ ફોર્મમાં જાતિનો દાખલો મૂકવામાં આવવાનું હોય જેના લીધે સિંગવડ ની મામલતદાર ઓફિસ ખાતે ખૂબ મોટી લાઈનો લાગી હતી અને રોજના 200 જેટલા જાતિના પ્રમાણપત્રો નિકાળતા હોય તેમ જણાયું હતું જ્યારે આ આવાસ નું ફોર્મ ભરવા માટે અરજદારો દ્વારા પાણીની માફક રૂપિયા વેડફતા હોય અને તેમનો ટાઈમ પણ બગાડી આખો દિવસ જાતિના દાખલા માટે લાઈનમાં ઉભા રહી ને દાખલા કઢાવવા માટે ઊભા રહે છે જ્યારે અરજદારો મહેનત કર્યા પછી આ આવાસ ના ફોર્મ ભર્યા પછી જો મંજુર થાય તો સારું નહીં તો તે રૂપિયા પાણીમાં જાય તેમ છે અને તેમનો ટાઈમ પણ બગડે તેમ છે જ્યારે આ જાતિના દાખલા માટે મામલતદાર ઓફિસ ખાતે ખૂબ લાઈનો લાગી હોય ખરેખર વધારે પડતા અરજદારો હોય તો એક બે ટેબલ વધારે કરવામાં આવે તો અરજદાર નો ટાઈમ પણ બચે અને તેમનું ફટાફટ કામ થઈ શકે તેમ છે

Share This Article