Thursday, 26/12/2024
Dark Mode

સીંગવડ:આરોગ્ય વિભાગ દ્વારા નગરના 8 વેપારીઓના રેપિડ સેમ્પલ લીધા:તમામ વેપારીઓના રિપોર્ટ નેગેટિવ આવતા હાશકારો

સીંગવડ:આરોગ્ય વિભાગ દ્વારા નગરના 8 વેપારીઓના રેપિડ સેમ્પલ લીધા:તમામ વેપારીઓના રિપોર્ટ નેગેટિવ આવતા હાશકારો

 કલ્પેશ શાહ @ સીંગવડ 

સીંગવડ તા.24

સિંગવડ તાલુકાના ૮ વેપારીઓને કોરોના વાયરસના સેમ્પલ લેવામાં આવ્યા

સિંગવડ તાલુકાના કરિયાણા શાકભાજી-ફળોના વેપારીઓને દાસા પી એચ.સી ની એમ્બ્યુલન્સમાં માસ્ક પહેરાવી સોશ્યલ ડિસ્ટન્સ જાળવી લીમખેડા સી.એચ.સી kovid 19 ના સેમ્પલ લેવામાં આવ્યા હતા.લીમખેડા સી.એચ.સી મેડિકલ કાઉન્સિલ તથા ટેકનિશિયન દ્વારા સરકારમાંથી જે રેપિડ ટેસ્ટ કીટ આવી હતી તેનાથી સીંગવડ ગામના આઠ વેપારીઓ વધારે પડતા લોકોના કોન્ટેકમાં હતા તેવા વેપારીઓને આ કોરોનાવાયરસના સેમ્પલ લેવામાં આવ્યા હતા.અને આ સેમ્પલ લીધા પછી વેપારીઓના નેગેટીવ રિપોર્ટ આવ્યા હતા.તથા આ ટેસ્ટ માટે અલગ લેબ રૂમ બનાવવામાં આવ્યો હતો. તેમાં આ વેપારીઓના ટેસ્ટ લેવામાં આવ્યા હતા.સીંગવડના ડોક્ટર નિલેશ સેલોત દ્વારા તથા લીમખેડા સી.એચ.સી ના અધિકારીઓ ની જાણથી તેમને આ કોરોના સામેના સીંગવડના વેપારીઓનું રેપિડ ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. તથા આવનારા સમયમાં બીજી કીટો આવશે તો સીંગવડ ના આજુબાજુના વેપારીઓ ને પણ આ ટેસ્ટ કીટ દ્વારા ચેક કરવામાં આવશે. કીટ જેમ જેમ આવશે તેમ તેમ વેપારીઓનું ચેક કરાવશે ડોક્ટર નિલેશ સેલોતે જણાવ્યું હતું.

error: Content is protected !!