કલ્પેશ શાહ :- સિંગવડ
સિંગવડ ગામમાં ચુંદરી રોડથી સરજુમી રોડ પર ગટરના અભાવે ગંદા પાણી રોડ પર ફરી વળ્યાં…
દૂષિત પાણી ના લીધે માર્ગો પર પાણીના ખાબોચિયા ભરાયા: વાહન ચાલકો તેમજ રાહદારીઓને હાલાકી..
શું આવી રીતે આદર્શ ગામ બનશે.?
સિંગવડ ગામમાં ચુંદડી રોડ થી સરજુમી રોડ પર ગટર લાઇન નહીં હોવાના લીધે વરસાદી પાણી જ્યાં દેખો ત્યાં ખાડાઓમાં ભરાઈ રહેતા ગંદકી નો સામ્રાજ્ય વધવા માંડ્યું જ્યારે આ સિંગવડ બજારના ચુંદરી રોડ થી સરજુમી રોડ પર ગટર લાઈન 7 થી 8 વર્ષ પહેલા મંજૂર કરવામાં આવી હતી અને ગટરને બનાવવામાં પણ આવી હતી પરંતુ તે ગટરને વ્યવસ્થિત બનાવવામાં નહીં આવતા આ ગટરમાં આજ દિન સુધી પાણી જવા પામ્યો નહીં અને આ ગટરો પુરાઈ જતા આ ગટર લાઈન મા પાણી નહીં પણ રૂપિયા પાણીમાં ગયા હોય તેમ લોકોમાં ચર્ચા ચાલી રહી હોય જો ખરેખર આ ગટર લાઈન ને વ્યવસ્થિત બનાવવામાં આવ્યું હોત તો આ વરસાદી પાણી તથા ઘરના ગંદા પાણીનો નિકાલ થઈ શકતો પરંતુ આ ગટર લાઈન ને બનાવવામાં કોન્ટ્રાક્ટર દ્વારા ખાલી વેઠ ઉતારવામાં આવી હોય તેમ લોકોમાં ચર્ચા નો વિષય જ્યારે ચુંદડી રોડ થી સરજુમી રોડ સુધીની ગટર બનાવવામાં આવે તો આ વરસાદી પાણી તથા લોકોના ઘરના ગંદા પાણીનો પણ નિકાલ થઈ શકે અને ખાડાઓમાં પાણી એક્ટું નહીં થઈ શકે જ્યારે આ વરસાદી પાણીના લીધે જ્યાં દેખો ત્યાં રોડ રસ્તાઓ વચ્ચે ખાડાઓ પડી જતા તેમાં ગંદા પાણી ભરાઈ રહેતા આ ગંદા પાણીમાં લોકોને ચાલવાનો વારો આવે છે અને આ ગંદા પાણી ભરાઈ રહેવાના લીધે બીમારીઓ વધવા માંડી જો ગટર લાઈન બનાવી દેવામાં આવે તો જેના લીધે લોકોને આ ગંદકીથી રક્ષણ મળે અને ગટર લાઈન બનાવવામાં આવે તો આ ગટરમાં વરસાદી પાણી પણ અને ઘરના ગંદા પાણીનો પણ નિકાલ થઈ શકે તેમ માટે સિંગવડના ચુંદડી રોડ થી સરજુમી રોડ સુધીની ગટર લાઈન બનાવવામાં આવે તેવી લોકોની માંગ ઉઠવા પામી છે.