ફતેપુરા નગરમાં હોટલો અને નાસ્તાની લારીઓ ઉપર ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરાયું* 

Editor Dahod Live
1 Min Read

*ફતેપુરા નગરમાં હોટલો અને નાસ્તાની લારીઓ ઉપર ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરાયું* 

ફતેપુરા તા 30

 ફતેપુરા નગરમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા ફતેપુરા નગરમાં નાસ્તાની હોટલો અને નાસ્તાની લારીઓ ઉપર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં વહેલી સવારથી જ ગોધરાથી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટેસ્ટિંગ વાન સાથે ફૂડ એન્ડ ડ્રગ વિભાગની ટીમ ફતેપુરા ખાતે આવી પહોંચી હતી.અને ફતેપુરા નગરની નાસ્તાની વિવિધ હોટલોમાં અને નાસ્તાની લારીઓ પર ચેકિંગ હાથ ધર્યું હતું. આ ટીમ દ્વારા ફતેપુરા નગરમાં વિવિધ હોટલોમાં નાસ્તા તળવાના તેલનું ટોટલ પોલર કમ્પાઉન્ડ એટલે કે TPC ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું તેમજ મીઠાઈઓમાં પણ કેમિકલ નાખીને ટેસ્ટ કરવામાં આવ્યા હતા અને પીવાના પાણીનું પણ ટેસ્ટીંગ હાથ ધરાયું હતું.

ફતેપુરા નગરમાં વિવિધ નાની મોટી 15 જેટલી હોટલોમાં ફુડ વિભાગની ટીમ દ્વારા ટેસ્ટિંગ હાથ ધરાયું હતું જેમાં વાંધાજનક જથ્થાઓ અને સામગ્રીઓ નું સ્થળ પર જ ટીમ દ્વારા નાશ કરાવવામાં આવ્યો હતો.

Share This Article