
*દાહોદ જિલ્લામાં જિલ્લા કોર્ટે ખાતે મદદનીશ સરકારી વકીલ અને એડીપીપીઓની નવી જગ્યાઓ માટે અરજીઓ મંગાવાઈ*
ઉમેદવારી નોંધાવવા ઇચ્છતા ઉમેદવારોએ કલેક્ટર કચેરી દાહોદ ને મોડામાં મોડા તારીખ-૮/૮/૨૦૨૩ સુધી અરજીઓ મળી જાય તે રીતે મોકલી આપવાની રહેશે.
( પ્રતિનિધિ ) સુખસર,તા.25
દાહોદ જિલ્લામાં જિલ્લા કોર્ટ ખાતે કુલ ૭ (સાત) મદદનીશ સરકારી વકીલ અને એડીપીપી શ્રીઓની નવી જગ્યા ભરવા ૧૯૭૩ ના ફોજદારી કાર્ય રીતિ અધિનિયમની-૧૯૭૩ ની કલમ-૨૪ (૪)મુજબ પેનલ તૈયાર કરવાની થાય છે. જે કામે એલ,ઓ,આર-૨૦૦૯ના નિયમ -૪(૫)અનુસાર લાયકાત ધરાવતા વકીલ ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે.
અરજી કરવા માટેની લાયકાત આ પ્રમાણે છે જેમાં જિલ્લા કોર્ટ કે હાઇકોર્ટ (ગુજરાત)મા એડવોકેટ તરીકે ઓછામાં ઓછા ૭ વર્ષથી સક્રિય હોય, ૫૫ વર્ષથી વધુ ઉંમરના ન હોવા જોઈએ, કાયદા વિભાગના તા ૧૪/૨/૨૦૨૩ અન્વયે અગાઉની મસવ/એડીપીપી ની જાહેરાત મોકૂફ રાખવામાં આવેલ છે. આ જૂની જાહેરાતમાં ઇન્ટરવ્યૂ માટે પાત્ર ઉમેદવારો કે જેઓ નવી જાહેરાતની તારીખે વય મર્યાદા વટાવી ચૂકેલ હોય તો પણ કાયદા વિભાગના તારીખ ૮/૬/૨૦૨૩ ના પરિપત્રના ફકરા નં ૮ મુજબ પૂર્વ દષ્ટાંત રૂપ ન બને તે રીતે અરજી કરવા માટે પાત્ર ગણાશે. પોતાની નિમણૂક ઓછામાં ઓછા ૦૩ (ત્રણ)વર્ષ પૂર્વેની મુદત માટે આવાકેવેરા કરદાતા હોવા જોઈએ. અનુસુચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગના લાયકાત ધરાવતા ઉમેદવારોને નિયમોનુસાર આગ્રતા આપવામાં આવશે. આ જાતિના ઉમેદવારોએ જાતિ અંગેની સંપૂર્ણ વિગતો અરજીમાં આપવાની રહેશે તથા જાતિ અંગેના સક્ષમ સત્તાધિકારી શ્રીઓના પ્રમાણપત્રોની પ્રમાણિત નકલો અરજી સાથે સામેલ રાખવી.
આ જગ્યાઓ માટે ઉમેદવારી નોંધાવવા ઇચ્છતા હોય તે ઉમેદવારોએ ઉમેદવારી માટેની અરજી ફોર્મ જિલ્લા કલેકટર કચેરી દાહોદની અધિક ચિટનીશ શાખાના દફતરેથી કામકાજના દિવસો દરમિયાન મેળવી લેવાની રહેશે. અથવા નિયત થયેલ નમુના ના અરજી પત્રમાં અરજી કરવાની રહેશે. ભરેલાં અરજી ફોર્મમાં જન્મ તારીખ, અનુભવ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપાત્રોની પ્રમાણિત નકલ તથા છેલ્લા ત્રણ વર્ષના આવકેવેરા રિટર્ન સામેલ રાખીને કલેકટર કચેરી દાહોદ ને મોડામાં મોડા તારીખ ૮/૮/૨૦૨૩ સુધીમાં મળી જાય તે રીતે મોકલી આપવાની રહેશે.
ઉમેદવારોની પસંદગી બાદ આ જગ્યા ઉપર નિમણૂક પામનાર વ્યક્તિને સરકાર શ્રીના પ્રવર્તમાન નિયમોનુસાર, લો ઓફિસર્સ (એપોઇન્ટમેન્ટ એન્ડ કન્ડિશન ઓફ સર્વિસ)એન્ડ કન્ડકટ ઓફ લીગલ અફેર્સ ઓફ ગવર્નમેંટ (ફસ્ટ એમેડ્મેન્ટ)રૂલ્સ-૨૦૧૬ મુજબ ફ્રી તેમજ અન્ય ભથ્થા મળશે. ઉક્ત બાબતે લો ઓફિસર્સ (એપોઇન્ટમેન્ટ એન્ડ કન્ડિશન ઓફ સર્વિસ)એન્ડ કન્ડકટ ઓફ લીગલ અફેર્સ ઓફ ગવર્નમેંટ રૂલ્સ-૨૦૦૯ ની જોગવાઈ તમામ ઉમેદવારોને બંધનકર્તા રહેશે.
ઉમેદવારોને જ્યારે ઇન્ટરવ્યુમાં બોલાવવામાં આવે ત્યારે તેઓએ પોતાના ખર્ચે અસલ પ્રમાણપત્રો નિયત તારીખ, સમય અને રૂમ નંબર, ૧૧૫ પ્રથમ માળ કલેકટર અને જિલ્લા મેજીસ્ટ્રેટની કચેરી જિલ્લા સેવા સદન દાહોદ સ્થળે અચૂક હાજર રહેવાનું રહેશે. અધૂરી વિગત વાળી નિયત નમુના સિવાયની તથા નિયત સમય મર્યાદા બાદ મળેલ અરજીઓ વિચારણામાં લેવામાં આવશે નહી.