દે.બારીયા:ખેતરમાં કામ કરતી બે બહેનો ઉપર દીપડાનો હુમલો:બન્ને બહેનો સારવાર હેઠળ

Editor Dahod Live
2 Min Read

 મઝહર અલી મકરાણી @ દે.બારીયા 

દેવગઢબારિયા તાલુકાના અંતેલા ગામે ખેતરમાં કામ કરતી બે બહેનો ઉપર દીપડાએ હુમલો કરતા ગંભીર ઇજા બન્ને બહેનો સારવાર હેઠળ,અંતેલા ગામે ખેતરમાં કામ કરતી બે બહેનો ઉપર દીપડા નો હુમલો,દીપડાના હુમલાથી પંથકમાં ફફડાટ ફેલાયો હતો,મકાઈના ખેતરમાં કાપણી કરતી વખતે દીપડાએ હુમલો કરતા બન્ને બહેનો ને ગંભીર ઇજાઓ.

દે. બારીઆ.તા.19

દાહોદ જિલ્લાના દેવગઢબારીઆ તાલુકામાં એક પછી એક એમ દીપડાના અનેક હુમલા વધવા લાગ્યા છે. અગાઉ પણ દીપડાના હુમલામાં અનેક ખેડૂતોને દીપડાએ શિકાર બનાવ્યા છે. જેમાં એક દીપડાના હુમલાના બનાવમાં સ્વબચાવમાં દીપડાનું મારણ કરવાનું બહાર આવ્યું હતું ત્યારે આજ રોજ તા ૧૮મી એપ્રિલ ૨૦૨૦ ના વધુ એક દીપડાનો હુમલો જેમાં દેવગઢબારિયા તાલુકાના અંતેલા ગામે માળું ફળિયામાં રહેતા પટેલ શનાભાઈના ઘરની નજીકમાં તેઓના ખેતરો આવેલા છે.અને તે ખેતરમાં હાલ મકાઈનો પાક હોઈ જેની કાપણી તેની બે પુત્રી પટેલ ઇલાબેન સનાભાઈ ઉ.૧૬ તેમજ પટેલ વર્ષાબેન ઉ.૧૮ ની એમ બન્ને બહેનો ખેતરમાં વહેલી સવારે ખેતરમાં મકાઈની કાપણી કરવા ગઈ હતી. ત્યારે નવ વાગ્યાના અરસામાં બંને જણ ખેતરમાં કામ કરતા હતા. ત્યારે જંગલ તરફથી આવેલા એક દીપડાએ અચાનક હુમલો કરતા ઇલાબેન શનાભાઈ પટેલને ડાબા પગે અને જમણા પગે બચકું ભર્યું તેમજ બીજી પુત્રી વર્ષાબેન શનાભાઈ પટેલને ડાબા હાથે ઈજા અને શરીરના પીઠના ભાગે ગંભીર ઇજાઓ થવા પામેલ ત્યારે બન્ને બહેનો દ્વારા હિંમત કરી દીપડાને સામે થઈ સ્વબચાવમાં બુમા બૂમ કરતા આસપાસ ના ખેતરોમાં કામ કરતા અને નજીકમાં રહેતા ગ્રામજનો દોડી આવ્યા અને બૂમાં બૂમ કરી દીપડાને પથ્થરો મારતા દીપડો જંગલ તરફ નાસી ગયો. ત્યાર બાદ ખેતરમાં કામ કરતી બન્ને બહેનોને દીપડાના હુમલામાં ગંભીર ઇજા થવાથી તાત્કાલિક ૧૦૮ મારફતે દેવગઢબારીયા સરકારી દવાખાનામાં સર્વત્ર અર્થે ખસેડવામાં આવી હતી. ત્યારે આ બનાવ ની જાણ સ્થાનિક વનવિભાગને થતાં તે પણ ઘટના સ્થળે દોડી આવી તપાસ હાથ ધરી હતી.

Share This Article