Monday, 14/07/2025
Dark Mode

સંજેલી કણબી ફળિયામાં ચોમાસાના પાણીના નિકાલ માટે મામલતદારને આવેદન.

July 9, 2023
        4471
સંજેલી કણબી ફળિયામાં ચોમાસાના પાણીના નિકાલ માટે મામલતદારને આવેદન.

સંજેલી કણબી ફળિયામાં ચોમાસાના પાણીના નિકાલ માટે મામલતદારને આવેદન.

સંજેલીમાં નીરીક્ષણ માટે ગયેલી તંત્રની ટીમ અને આગેવાનો વચ્ચે તૂતૂ મેમે.

સંજેલી તા.૦૯

સંજેલી નગરમાં ગોકળગતિએ હલકી ગુણવત્તાનું મટીરીયલ વાપરી અને રસ્તાની કામગીરીના આક્ષેપ કરાઇ રહ્યા છે. ગામના જાગૃત નાગરિક દ્વારા વારંવાર રજૂઆત છતાં પણ તંત્ર દ્વારા કોઈપણ જાતની ગુણવત્તાની તપાસ કરવામાં આવતી નથી. હજુ તો રસ્તાની કામગીરી પૂર્ણ થઈ નથી અને પ્રથમ વરસાદે ઝાલોદ રોડ મામલતદાર ને ગેટ આગળ તેમજ ગ્રામીણ બેંક આગળ પૂર્વ સરપંચના ઘર આગળ જ નવા રસ્તામા ખાડા તેમજ રોડ તૂટવા લાગ્યો તંત્રની પોલ ખોલી નાખી છે. કણબી ફળિયા વિસ્તારમાં રસ્તાની કામગીરી શરૂ થતા જ ભાવનગરી હોટલ પાસેની રસ્તાની બંને સાઈટ બંધ કરી દેતા આ વિસ્તારના લોકોના ઘર આંગણે જ વરસાદી પાણી ભરાતા મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વરસાદી પાણીનો યોગ્ય નિકાલ કરવા માટે ફળિયાના જાગૃત નાગરિકો દ્વારા મામલતદારને લેખિત રજૂઆત કરી હતી. જેના પગલે મામલતદાર અને તાલુકા પંચાયત તેમજ સરપંચ અને તલાટીની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. જ્યાં અરજદારો તેમજ સ્થાનિક આગેવાનો આમને સામને તું તું મેં મૈના દ્રશ્યો સર્જાયા હતા. જો વરસાદી પાણીનો નિકાલ કરવા માટે માંગ ઉઠવા પામી જો પાણીનો નિકાલ નહીં થાય તો રોગચાળો ફાટી નીકળવાની સંભાવના સેવાઈ રહી છે.

કણબી ફળિયામાં વરસાદી પાણીના નિકાલ માટે 

એક રસ્તાની સાઈટો ખોલવામાં આવે તેવી સ્થાનિકો દ્વારા રજૂઆત કરતા તંત્ર દ્વારા કોઈપણ જાતનો નિર્ણય લીધા વિના જ જગ્યા છોડી અને રવાના થઈ ગયા હતા..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!