દેવગઢ બારીયામાં રહેણાંક મકાનોમાં કતલખાને લઈ જવા બાંધી રખાયેલા ૩૭ ગોવંશને પોલીસે છોડાવ્યાં
દે.બારીયા તા.૨૭
દાહોદ જિલ્લાની દેવગઢ બારીઆ પોલીસે દેવગઢ બારીઆ ચોકડી ફાટક ફળિયામાં બે રહેણાક મકાનો તથા તે મકાનોની પાછળ ઝાડી ઝાંખરાઓમાં ઓચિંતો છાપો માર્યો હતો.અહીં ઘાસચારો અને પાણીની સગવડ રાખ્યા વગર કતલ કરવા માટે ટુંકા દોરડા વડે ક્રુરતા પૂર્વક મુશ્કેટાટ બાંધી રાખેલા ગાયો, બળદો તેમજ વાછરડા મળી રૂા. 5,15,000ની કિંમતના 40 જેટલા ગૌવંશને મુક્ત કરાવી નજીકની પાંજરાપોળમાં મોકલી આપ્યા છે. પોલીસે બે આરોપી સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે બાતમીના આધારે છાપો માર્યો દેવગઢ બારીઆ પોલીસને બાતમી મળી હતી કે, નગરના કાપડી ફાટક ફળિયામાં રહેતા હુસેનભાઈ ક્યુમભાઈ સુકલા તથા સીરાજભાઈ અયુબભાઈ ભીખા એમ બંને જણાના મકાનોમાં તેમજ તે બંનેના મકાનની પાછળ આવેલ ગાંડા બાવળના ઝાડી ઝાંખરામાં કતલ કરવા માટે મોટી સંખ્યામાં ગોવંશ બાંધી રાખ્યા છે. પોલીસે છાપો મારતા આ જગ્યાએ 37 જેટલા ગૌવંશને ઘાસચારો તથા પાણીની સગવડ રાખ્યા વગર ટુંકા દોરડા વડે અત્યંત ક્રુરતા પૂર્વક મુશ્કેટાટ બાંધી રાખેલા મળી આવ્યાં હતા.
કતલ અર્થે નાના વાછરડા પણ બાંધેલા હતા દેવગઢ બારીઆ પી.એસ.આઈ સી.આર. દેસાઈ તથા તેમના સ્ટાફના પોલિસ કર્મીઓની ટીમે તપાસ કરતા બંને મકાનો તથા તે મકાનોની પાછળથી રૂા. 3,75,000ની કુલ કિંમતની ગાયો નંગ-25, રૂા. 90,000ની કુલ કિંમતના બળદો નંગ-9, રૂા.40,000ની કિંમતના સફેદ લાલ કલરના વાછરડા નંગ-4 તથા રૂા. 10,000ની કુલ કિંમતની વાછરડી નંગ-2 મળી કુલ રૂપિયા 5,15,000ની કુલ કિંમતના ગૌવંશ નંગ-40 છોડાવી કબજે લઈ નજીકની પાંજરા પોળમાં મોકલી આપ્યા હતા. પોલિસના છાપા સમયે ઉપરોક્ત બને મકાનમાલિકો ઘરે હાજર ન હોવાથી પોલીસે તેમની ધરપકડ કરી શકી ન હતી. આ સંબંધે દેવગઢ પોલીસે હુસેનભાઈ કયુમભાઈ સુકલા તથા સિરાજભાઈ ઐયુબભાઈ ભીખા વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.