ગરબાડા અને જેસાવાડા સી.એચ.સીની રોગી કલ્યાણ સમિતિ ની બેઠક યોજાઈ 

Editor Dahod Live
1 Min Read

રાહુલ ગારી :- ગરબાડા

ગરબાડા અને જેસાવાડા સી.એચ.સીની રોગી કલ્યાણ સમિતિ ની બેઠક યોજાઈ 

ગરબાડા તા.21

ગરબાડા તાલુકાના મુખ્ય મથક ગરબાડા અને જેસાવાડા સી.એચ.સી ની રોગી કલ્યાણ સમિતિ ની સંયુક્ત બેઠક આજે જેસાવાડા સી.એચ.સી ખાતે મળી હતી.જેમા પાછલાં ત્રણ માસમાં સરકાર તરફ થી મળેલ ગ્રાન્ટ આને કરેલ ખર્ચ ની બહાલી આપવામાં આવી હતી.નવી ગ્રાન્ટ માંથી હવે પછી દર્દીઓની સવલતો માટે શું કરવું તેની આયોજન કરવામાં આવ્યું હતુ.રોગી કલ્યાણ સમિતિ ના સભ્ય અને જેસાવાડા ના સરપંચ ચંદ્રભાણસીહ કટારાએ જેસાવાડા સી.એચ.સી બન્યા ને 8 વર્ષ થવા આવ્યા છતાં નવીન બિલ્ડીંગ ન બનતા પી.આઈ.યુ ના અધિકારી ને રજૂઆત કરી હતી.ગરબાડા મામલતદાર સવાઈ ની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં તાલુકા પંચાયત પ્રમુખ મનીષાબેન ગણાવા સરપંચો, મેડિકલ ઓફિસર મહેતા બન્ને સી.એચ.સીના રોગી કલ્યાણ સમિતિ ના સભ્યો હાજર રહ્યા હતા.

Share This Article