રાહુલ ગારી ગરબાડા
જેસાવાડા પોલીસ મથકમાં ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલ અને છેલ્લા ચાર મહિનાથી નાસતો ફરતો આરોપી પોલીસના હાથે ઝડપાયો..
ગરબાડા તા.17
મળતી વિગતો અનુસાર જેસાવાડા પોલીસ મથકના પીએસઆઇ એનએમ રામી તેમજ જેસાવાડા સર્વેલન્સ સ્કોડ ના માણસો ઉમેશભાઈ રમિઝ ખાન રાહુલભાઈ મનોજભાઈ તેમજ ચિરાગકુમાર નાસતા ફરતા આરોપીની માહિતી એકત્રિત કરીને આરોપીને પકડી પાડવા માટે પોલીશ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પોલીસને મળેલી બાતમીના આધારે સુરત શહેરના અડાજણ પોલિશ સ્ટેશનના ગુનામાં નાસ્તો ફરતો આરોપી મુમેશભાઈ રાયસીંગભાઇ બારીયા ચરસોડા ગામેથી જેસાવાડા બજારમાં આવવાની બાતમીના આધારે જેસાવાડા પોલીસે બજારમાં વોચ ગોઠવી આરોપીને બજારમાંથી ઝડપી પાડી જેસાવાડા પોલીસ મથકે લાવી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
