
વાવાઝોડાની અસરના પગલે દાહોદ જિલ્લાના વાતાવરણમાં પલટો…
ગરબાડાના અભલોડમાં ભારે પવન ફૂંકાતા શાળામાં લાગેલો પતરાનો શેડ ઉડ્યો:મોટી જાનહાની ટળી…
દાહોદ તા.17
બીપરજોય વાવાઝોડાએ દરિયાકાંઠે લેન્ડફોલ કર્યા બાદ તેની અસર બીજા દિવસે પણ મધ્ય ગુજરાતના દાહોદ જિલ્લામાં જોવા મળી રહી છે. જ્યાં એક તરફ વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી ઝાપટા પડ્યા છે.તો બીજી તરફ દાહોદ જિલ્લામાં તોફાની પવન ફૂંકાતા કેટલીક જગ્યાએ નુકસાન પહોંચ્યા હોવાનું પણ સામે આવી રહ્યું છે.જોકે તોફાની પવન ફૂંકાતા ગરબાડા તાલુકાના અભલોડ ગામની પાંડુરંગ શાળાનો શેડ ધરાશાયી થતા મોટી જાનહાની ટળી હતી. અત્રે ઉલ્લેખની છે કે ગરબાડા તાલુકામાં સવારથી જ વાતાવરણ બદલાતા તીવ્ર પવન ફૂંકાઈ રહ્યો હતો. ત્યારે બીજી તરફ શનિવારે શાળાની વહેલી છૂટી ગઈ હતી અને ત્યારબાદ આ પતરાનો શેડ ઉડતા મોટી ઘટના બનતા ટળી જવા પામી હતી.આ પતરાનો શેડ ઉડવાની ઘટના બનતા ઘટા સ્થળે લોકોના ટોળા ઉંટી પડ્યા હતા.ત્યારે બીજી તરફ બીપોરજોય વાવાઝોડાની અસરના પગલે દાહોદ તેમજ ગરબાડા પંથકમાં મારે પવન તેમજ વરસાદી ઝાપટા પર પડ્યા હતા..