વસાવે રાજેશ દાહોદ
છેલ્લા આઠ વર્ષથી અપરણ સહિત ચાર ગુનામાં નાસતા ફરતા આરોપીને જેસાવાડા પોલીસે પકડી પાડી જેલ ભેગો કર્યો
તારીખ : ૪ મે
પ્રાપ્ત માહિતી અનુસાર જેસાવાડા પોલીસ મથકના પી.એસ.આઇ એન એમ રામી તેમજ પોલીસ સ્ટાફનો માણસો સિરાજ અબ્દુલ્લા ઉમેશ ગોપાલભાઈ અને રમીઝનખાન જેસાવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડવા માટે સર્વિલન્સ સ્કોર્ડના માણસો સાથે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પોલીસને મળેલી બાકીના આધારે જેસાવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અપહરણ સહિત ચાર ગુનામાં અને છેલ્લા આઠ વર્ષથી નાસ્તો ફરતો આરોપી મુકેશભાઈ મડીયાભાઈ પલાસ પોતાના ઘરે માતવા ગામ હોવાની બાતમીના આધારે પોલીસે કોમ્બિંગ કરી તેને ઝડપી પાડી જેસાવાડા પોલીસ મથકે લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અને સદર આરોપી વિરૂદ્ધ જેસાવાડા પોલીસ મથકે બે ગુના તથા ધાનપુર પોલીસ મથકે એક અને વડોદરા ગ્રામ્ય હરણી પોલીસ મથકે ગુના નોંધાયેલ છે
