કલ્પેશ શાહ :- સીંગવડ
સિંગવડ તાલુકાના કબૂતી ડેમ ખાતે નર્મદા જળ સંપત્તિ ઉદ્ધવહન સિંચાઈ યોજના નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું
સિંગવડ તાલુકાના કબુતરી ડેમ ખાતે નર્મદા જળ સંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ ગુજરાત રાજ્ય જળ સંપતિ વિકાસ નિગમ લિમિટેડ ગાંધીનગર દ્વારા સિંચાઇ યોજના અંદાજિત 98.31 લાખના ખર્ચે તારીખ 13 4 2023 ના રોજ સવારે 10:00 કલાકે કબૂતરી ખાતે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું જેમાં દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોર લીમખેડા ધારાસભ્ય શૈલેશભાઈ ભાભોર જિલ્લા પંચાયત સભ્યો તાલુકા પંચાયત સભ્યો સરપંચો તથા નાગરિકો ઉપરથી રહ્યા હતા જ્યારે સાંસદ તથા ધારાસભ્ય દ્વારા સિંચાઈ યોજના માટે જ્યાં બનાવવાનું છે ત્યાં ત્રિકમ મારીને ખાતમુહૂર્ત કર્યું હતું ત્યાર પછી સાંસદ જશવંત સિંહ ભાભોર દ્વારા 192 એકર જમીનની અંદર સિંચાઈનું પાણી આપવામાં આવશે જેમાં 62 જેટલા ખાતેદારો ને આ સિંચાઈ કરવા માટે પાણીનો લાભ થશે જ્યારે આ કામ 11 માસમાં પૂર્ણ કરવાનું રહેશે તેની લંબાઈ 1100 મીટર ની રહેશે અને કુલ 22 કુંડીઓ આ કામમાં આવશે તેના માટે ડેમમાંથી પાણી આપવામાં આવશે..