
યાસીન ભભોર ફતેપુરા
*ફતેપુરા મામલતદાર કચેરી ખાતે મામલતદારના અધ્યક્ષ સ્થાને ફતેપુરા નગરના વેપારીઓ સાથે બેઠક યોજાઈ*
આજે તારીખ 13 એપ્રિલ 2023 ના રોજ ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ખાતે મામલતદાર કચેરીમાં ફતેપુરા તાલુકાના મામલતદાર આર.પી.ડીંડોરના અધ્યક્ષ સ્થાને ફતેપુરા નગરના વેપારીઓ સાથે બેઠક યોજાઈ હતી.આ બેઠકમાં ઉપસ્થિત તમામ વેપારીઓને મામલતદારે તાકીદ કરતા જણાવ્યું હતું કે તમામ વેપારીઓ પોતાની દુકાનોમાં ઉચ્ચ ગુણવત્તા વાળો માલ સામાન તેમજ ખાદ્ય સામગ્રી રાખે અને તેનું વેચાણ કરે.થોડાક રૂપિયાની લાલચમાં વેપારીઓએ હલકી ગુણવત્તા વાળો માલ સામાન અને ખાદ્યસામગ્રી ના વેચવી જોઈએ.તેમજ તેઓએ વધુમાં જણાવ્યું હતું કે ડુંગળી અને બટાકાના ભાવોને પણ નિયંત્રણમાં રાખવા જોઈએ.વેપારીઓ દ્વારા ખોટી રીતે ડુંગળી અને બટાકાનો સંગ્રહ કરીને કુત્રિમ રીતે ડુંગળી અને બટાકાના ભાવ વધારો ન કરવો જોઈએ.તેમજ તેઓમાં જણાવ્યું હતું કે અગામી ચોમાસાની સિઝનમાં પણ ખાતરના વેપારીઓએ ખાતરની ખોટી સંગ્રહખોરી કરીને ખાતરનો બિનજરૂરી ભાવ વધારો ન કરવો જોઈએ અને ફતેપુરા તાલુકાના ખેડૂતોને પોષણક્ષમ ભાવોમાં ખાતર ઉપલબ્ધ કરાવવું જોઈએ.ત્યારે આ બેઠકમાં ઉપસ્થિત વેપારીઓના પ્રશ્નો પણ મામલતદારે શાંતિપૂર્વક સાંભળ્યા હતા અને તમામ પ્રશ્નો પર વિગતવાર ચર્ચાઓ કરી હતી.આ બેઠકમાં ફતેપુરા મામલતદાર કચેરીના પુરવઠા વિભાગના નાયબ મામલતદાર શ્રુજલ ચૌધરી સહિત મામલતદાર કચેરીના વિવિધ શાખાઓના નાયબ મામલતદારો તેમજ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.તેમજ આ બેઠકમાં ફતેપુરા વેપારી એસોસિયેશનના પ્રમુખ વિશાલ નહાર સહિત મોટી સંખ્યામાં ફતેપુરા નગરના વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા