![જિલ્લા પોલીસ આધુનિક ટેકનોલોજી ના ઉપયોગ થકી સ્માર્ટ બની. ભથવાડા ટોલનાકા પર વિદેશી 3.73 લાખના દારૂ સહિતના મુદ્દામાલ ઝડપાયેલા ખેપીયા ચોરી ગુનાઓમાં વોન્ટેડ નીકળ્યા.](https://dahodlive.com/wp-content/uploads/2023/04/IMG-20230404-WA0039-770x377.jpg)
ઇરફાન મકરાણી દેવગબારીયા
દાહોદ જિલ્લા પોલીસ આધુનિક ટેકનોલોજી ના ઉપયોગ થકી સ્માર્ટ બની. ભથવાડા ટોલનાકા પર વિદેશી 3.73 લાખના દારૂ સહિતના મુદ્દામાલ ઝડપાયેલા ખેપીયા ચોરી ગુનાઓમાં વોન્ટેડ નીકળ્યા.
દાહોદ જિલ્લા પોલીસ આધુનિક ટેકનોલોજી ના ઉપયોગ થકી સ્માર્ટ બની.
ભથવાડા ટોલનાકા પર વિદેશી 3.73 લાખના દારૂ સહિતના મુદ્દામાલ ઝડપાયેલા ખેપીયા ચોરી ગુનાઓમાં વોન્ટેડ નીકળ્યા.
પોલીસે ગુનાહિત ઇતિહાસની એપ્લિકેશન ની મદદથી ખરાઈ કરતા પાંચ થી છ ગુનાઓમાં વોન્ટેડ નીકળ્યા…
દાહોદ તા.04 દેવગબારીયા
દાહોદ જિલ્લા પોલીસ પણ આધુનિક ટેકનોલોજીના ઉપયોગ થકી સ્માર્ટ બની છે.જેમાં દેવગઢબારિયા તાલુકાના ભથવાડા ટોલનાકા પર ફોરવીલર ગાડીમાં દારૂ આવતો હોવાની બાતમીના આધારે ભથવાડા ટોલનાકા પર વાહન ચેકિંગ દરમિયાન ફોરવીલ ગાડી ને રોકી તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવતા પોલીસે વિદેશી દારૂ સાથે પકડાયેલા આરોપીઓના ગુનાહિત ઇતિહાસ અંગે એપ્લિકેશન મારફતે ખરાઈ કરતા દારૂ સાથે પકડાયેલા આરોપીઓ ચાર વર્ષ પહેલા વિવિધ પોલીસ મથકોમાં ચોરીના ગુનાઓમાં સંડોવાયેલ હોવાનું સામે આવતા પોલીસે વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરી આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આદિવાસી બાહુલ્ય ધરાવતા જિલ્લામાં પણ આધુનિક ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ થઈ રહ્યો છે. જેમાં દેવગઢબારિયા તાલુકાના પીપલોદ પોલીસને બાતમી મળી હતી કે ફોરવીલર ગાડીમાં વિદેશી દારૂનો જથ્થો ભથવાડા ટોલનાકા પરથી પસાર થવાનો છે.જે બાતમીના આધારે પીપલોદ પોલીસ મથકના પી.એસ.આઇના નેતૃત્વમાં પોલીસની ટીમ ભથવાડા ટોલનાકા પર વોચ ગોઠવી વાહન ચેકિંગમાં લાગી ગઈ હતી તે સમયે બાતમીમાં દર્શાવેલ GJ-09-AH-4950 મારુતિ નંબરની મારુતિ સુઝુકી SX ફોરવહીલ ગાડી ટોલનાકા પર આવતા પોલીસે ગાડી ને રોકી તલાશી લેતા તેમાંથી વિવિધ બ્રાન્ડ ની 364 બોટલ મળી 67,652 રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો મળી આવતા પોલીસે ત્રણ લાખ રૂપિયા કિંમતની ફોરવીલ ગાડી, 6000 રૂપિયા કિંમતના ત્રણ મોબાઇલ ફોન મળી કુલ 3.73 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જયારે વિદેશી દારૂના જથ્થા સાથે પકડાયેલા મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના કરમસિંગ સુરકતાભાઈ જમરા,દિનેશભાઈ અમરસિંગ ભાઈ લોહારીયા તથા છોટાઉદેપુર જિલ્લાના કાકડપા ગામના ડોલર ફળિયાના સમાભાઈ ઉર્ફે ચમાયડા ગહવાનીયા ભાઈ રાઠવાના ગુનાહિત ઇતિહાસ અંગે ખરાઈ કરવા માટે ઈ-ગુજકોપ તેમજ ફેસ ટેગર એપ્લિકેશનની મદદ લેતા કરતા પકડાયેલા કરમસિંગ સુરકતાભાઈ જમરા વડોદરા રૂરલ,વલસાડ રૂરલ,નર્મદા જિલ્લાના તિલકવાડા તેમજ ડેડીયાપાડા તથા વડોદરા જિલ્લાના મકરપુરા સહિત પાંચ જેટલા ચોરીના ગુનામાં સંડોવાયેલો તેમજ છેલ્લા ચાર વર્ષથી નાસતો ફરતો હોવાનું સામે આવ્યું હતું.તેમજ પકડાયેલા છોટાઉદેપુરના સમાભાઈ ચમડિયા નર્મદા જિલ્લાના દેડીયાપાડા, બોડેલી,વડોદરાના મકરપુરા તેમજ વલસાડના પારડી મળી કુલ છ જેટલા ચોરીના ગુનાઓમાં સામેલ હોવાનું સામે આવ્યું હતું.
આમ પીપલોદ પોલીસે બાતમીના આધારે ભથવાડા ટોલનાકા પર વિદેશી દારૂ સાથે પકડાયેલા આરોપીઓના ગુનાહિત ઇતિહાસની ખરાઈ અંગે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરતા આ આરોપીઓ પાંચ થી છ જેટલા ચોરીના ગુનાઓમાં સામેલ હોવાનું ઘસ્ફોટક થયો છે.