દાહોદના દ્રષ્ટિ નેત્રાલય પાસેથી બાઈક ઉપરથી ₹42,300 ના વિદેશી દારૂના મુદ્દામાલ સાથે ખેપીયાને પોલીસે ઝડપ્યો.

Editor Dahod Live
1 Min Read

દાહોદના દ્રષ્ટિ નેત્રાલય પાસેથી બાઈક ઉપરથી ₹42,300 ના વિદેશી દારૂના મુદ્દામાલ સાથે ખેપીયાને પોલીસે ઝડપ્યો.

દાહોદ તા.28

દાહોદ ટાઉન બી ડિવિઝન પોલીસ તારીખ 27-3-2023 ના રોજ સાંજના સમયગાળા દરમિયાન તેમના પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં પેટ્રોલિંગમાં નીકળ્યા હતા તે દરમિયાન તેમને બાતમી મળી હતી કે દ્રષ્ટિ નેત્રાલય પાસે રહેતો કિસન અશોક ઉર્ફે ટારઝન સાસી તેની પોતાની અપાચી મોટરસાયકલ ઉપર વિદેશી દારૂ ભરી અને દ્રષ્ટિ નેત્રાલય તરફ આવી રહ્યો છે એવી બાતમી આધારે બી ડિવિઝન પોલીસે દ્રષ્ટિ નેત્રાલય આગળ વોચ ગોઠવી અને ઉભી હતી તે દરમિયાન એ બાતમી વાળો ઈસમ આવતા પોલીસે તેને ઝડપી લીધો હતો અને તેની પાસેથી થેલામાં ભરેલી 156 નંગ વિદેશી દારૂની બોટલો જેની કિંમત 27,300 નો વિદેશી દારૂનો જથ્થો અને દારૂની હેરફેરમાં લીધેલી 15000 રૂપિયાની મોટરસાયકલ મળી કુલ 42,300 નો વિદેશી દારૂનો મુદ્દામાલ બી ડિવિઝન પોલીસે કબજે કર્યો હતો અને દારૂ લઈ જનાર યુવક કિશન અશોક ઉર્ફે ટારઝન સાસીની પોલીસે અટકાયત કરી તેની સામે પ્રોહી અંગેનો ગુનો નોંધી આગળ આગળની વધુ તપાસ હાથ ધરી હતી..

Share This Article