મહેન્દ્ર ચારેલ :- સંજેલી
સંજેલીના કરંબા તારમી રોડ પર રસ્તા વચ્ચે સંજીવની દૂધના પાઉચો ફેંકાયેલા ફોટા વાયરલ..
સરકાર દ્વારા મફત દૂધ તો આપવામાં આવે છે પણ તેની કદર કરવામાં આવતી નથી.
સરકાર દ્વારા લાખોના ખર્ચે બાળકો કુપોષિત ન રહી જાય તે માટે દૂધનું મફત વિતરણ કરવામાં આવે છે.
સંજેલી તા.22
સંજેલી તાલુકાના તારમી કરંબા રસ્તા પર સંજીવની દૂધના પાઉચ રોડ પર ફેંકી દેવાતા ફોટા થયા વાયરલ થતા ચકચાર મચી જવા પામી છે. જોકે સરકાર દ્વારા લાખોના ખર્ચે કોઈ બાળકો કુપોષિત ન રહી જાય તે માટે દૂધનું મફત વિતરણ કરવામાં આવે છે. તો બીજી બાજુ આ રોડ વચ્ચે દૂધ કોણ ફેંકી ગયું હશે તેવા અનેક સવાલો ઊભા થયા સરકારી પૈસાનો દુરુપયોગ કેટલાક સમયથી થતો હશે તેવા અનેક સવાલો ઉઠવા પામ્યા છે.. ત્યારે આ મામલે યોગ્ય તપાસ કરી જવાબદારો સામે પગલાં લેવા જોઈએની માંગ ઉગ્ર બનવા પામી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં પણ દૂધ સંજીવનીના પાઉચો વિવિધ જગ્યાએ ફેંકી દેવાયેલી અવસ્થામાં મળી આવ્યા હતા. જેમાં સ્થાનિક વહીવટી તંત્ર તેમજ વિભાગ દ્વારા કોઈપણ પ્રકારની કામગીરી ન કરતા જેના માથે દૂધ સંજીવનીના પાઉચો વિતરણ કરવાની જવાબદારીઓ છે તેઓ પોતાની જવાબદારી યોગ્ય રીતે ન નિભાવતા પોપોષિત બાળકો માટે દૂધ સંજીવની પાઉચ ની ખરીદીમાં ખર્ચાતા સરકારી નાણાનો દુરુપયોગ થઈ રહ્યો છે. ત્યારે આ મામલે સલગ્ન વિભાગ દ્વારા કડક રીતે ચેકિંગ હાથ ધરી દોષીતો તો સામે યોગ્ય પગલા લેવાની શરૂઆત કરે તો દૂધ સંજીવનીના પાઉચો રોડ પર ફેંકેલા અવસ્થામાં મળવાની જગ્યાએ ઉપસ્થિત બાળકોના પોષણ માટે વપરાય એવા કોઈ બે મત નથી