
ગરબાડા તાલુકાના નવા ફળીયા ખાતે યુવાનની ગળે ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવતા ચકચાર..
યુવકને હત્યા કરાય છે?કે આત્મહત્યા કરી છે તેનો રહસ્ય અકબંધ..
ગરબાડા તા.06
ગરબાડા તાલુકાના નવા ફળિયા ગામે ગળેફાંસો ખાધેલી હાલતમાં યુવકની લાશ મળી આવતા પંથકમાં ખળભળાટ નથી જવા પામ્યો છે. ભાભોર ફળિયા ના 33 વર્ષીય કિરણભાઈ સેવાભાઈ તેની સાસરીમાંથી નવાફળીયા આવ્યો હતો અને કોઈ કારણોસર આ યુવકે લીમડાના ઝાડની સાથે ગળેફાંસો ખાયલી હાલતમા જોવા મળતા આજુબાજુના રહીશો તેમ જ ગામ લોકો ભેગા થઇ ગયા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસને લાશ ને નીચે ઉતારી વધુ કાર્યવાહી હાથ ધરી છે.પરંતુ આ યુવાન ક્યાં કારણોસર આપધાત કર્યો તે જાણી શકાયુ નથી.