રિપોર્ટર :- સુમિત વણઝારા /દક્ષેશ ચૌહાણ
વર્ષો સુધી પોલીસમાં સેવા આપનાર પોલીસ અધિકારીએ માર્ગ અકસ્માતના બનાવમાં પિતાએ એકનો એક પુત્ર જયારે ઇકલોતા પુત્રએ પિતાનું છત્ર ગુમાવ્યું
ઝાલોદ તાલુકાના કાલી મહુડી નજીક પૂરપાટ આવતી સ્કોર્પિઓ ગાડી થાળા વગરના 60 ફૂટ ઉંડા પાણી ભરેલા કુવામાં ખાબકતા નિવૃત પોલીસ અધિકારીના પુત્રનું મોત.
અકાળે પુત્રના મોતથી પિતા તેમજ પરિવારજનો પર આપ તૂટી પડ્યો: પરિવારજનોના હૈયાફાટ રૂદનથી વાતાવરણના ગમગીની છવાઈ
ઝાલોદ તા.15
ઝાલોદ તાલુકાના કાલી મહુડી નજીક નેશનલ હાઇવે પર દાહોદ તરફથી પૂરપાટ આવતી સ્ક્રોપીઓ ગાડીના ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા સ્ક્રોર્પિયો ગાડી રોડની સાઈડમાં આવેલા થાળા વગરના પાણી ભરેલા 60 ઊંડા કુવામાં ખાબકી હતી જેમાં ગાડી હંકારી રહેલા નિવૃત પોલીસ અધિકારીના એકના એક પુત્રનું મોત નીપજતા પરિવારજનોમાં માતમ છવાય જવા પામ્યો હતો
પ્રાપ્ત માહિતી અનુસાર મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના ભેંણધરા ગામના રહેવાસી તેમજ નિવૃત પોલીસ અધિકારી હરિભાઈ લીમંબાભાઈ સંગાડાનો એકનો એક પુત્ર નિખિલ ભાઈ સંગાડા પોતાના કબ્જા હેઠળની GJ-35-B-0135 નંબરની સ્કોર્પિઓ ગાડીની સર્વિસ કરાવવા પોતાના ઘરેથી દાહોદ મુકામે આવ્યો હતો.દાહોદ શોરૂમ ખાતેથી સ્કોર્પિઓ ગાડીની સર્વિસ કરાવી સાંજના સુમારે પરત ઘરે જવા રવાના થયા હતા.તે સમયે રસ્તામાં ઝાલોદ તાલુકાના કાલી મહુડી નજીક હાઇવે પર નિખિલે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા સ્કોર્પિઓ ગાડી સાથે નિખિલ રોડની સાઈડમાં આવેલા થાળા વગરના પાણી ભરેલા 60 ફૂટ ઉંડા કુવામાં ખાબક્યો હતો.જેના પગલે નિખિલનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું ત્યારે આ ઘટનાની જાણ નિખિલના પરિવારજનોને થતા તેઓ ઘટના સ્થળે આવા રવાના થયા હતા.ત્યારે બીજી તરફ અકસ્માત બાદ ભેગા થયેલા આસપાસના સ્થાનિકોએ ઘટનાની જાણ લીમડી પોલીસ મથકે તેમજ ઝાલોદ અગ્નિશામક ને કરતા પોલીસ અને અગ્નિશામક દલના લશ્કરો સંસાધનો સાથે ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અને દોઢ થી બે કલાકની જહેમત દરમિયાન હાઇડ્રોલિક વડે સ્કોર્પિઓ ને કુવામાંથી બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેમાં નિષ્ફ્ળતા મળતા આખરે જેસીબી મશીન વડે દોરડા સાથે બાંધીને સ્કોર્પિઓ ગાડીને બહાર કાઢવામાં આવી હતી અને ત્યારબાદ નિખિલના મૃતદેહને પણ બહાર કાઢવામાં આવ્યો હતો અને લીમડી પોલીસે નિખિલ ના મૃતદેહ ને નજીકના હોસ્પિટલ ખાતે મોકલી આપ્યો હતો જ્યાં આવી પહોંચેલા પરિવાર જનોના હૈયાફાટ રુદનથી વાતાવરણમાં ગમગીની પ્રસરી જવા પામી હતી
માર્ગ અકસ્માતના બનાવમાં પિતાએ એકનો એક પુત્ર જયારે ઇકલોતા પુત્રએ પિતાનું છત્ર ગુમાવ્યું
કાલી મહુડી ખાતે સર્જાયેલા માર્ગ અકસ્માતમાં સંતરામપુર તાલુકાના ભેંણધરા ગામના રહેવાસી અને વર્ષો સુધી પોલીસ બેડામાં સેવા આપનાર નિવૃત પોલીસ અધિકારી હરિભાઈ લીમંબાભાઈ સંગાડા ના એકના એક પુત્ર નિખિલ નું મોત નીપજતા હરિભાઈ સંગાડા એ પોતાના એકના એક પુત્રને ગુમાવ્યો છે ત્યારે બીજી તરફ મરણ જનાર નિખિલ પણ એક પુત્રનો પીતા હોવાથી નાનપણ માંજ પુત્રએ પણ નિખિલ જેવા સારા વ્યક્તિત્વ ધરાવતા પિતાનું છત્ર ગુમાવતા પરિવારજનો માં માતમ છવાય જવા પામ્યો છે