ગરબાડા તાલુકાના સાહડામાં મકાન ઉપર નીલગીરીનું ઝાડ પડતા મકાનને નુકસાન..

Editor Dahod Live
1 Min Read

રાહુલ ગારી :- ગરબાડા

ગરબાડા તાલુકાના સાહડામાં મકાન ઉપર નીલગીરીનું ઝાડ પડતા મકાનને નુકસાન..

ઘરના લોકો બીજે મજૂરી માટે કામે તેમજ અન્ય લોકો ઘરે હોવાથી જાનહાની ટળી

ગરબાડા તા.11

ગરબાડા તાલુકાના સહાડા ગામે રહેતા ભુરીયા કનુ ભાઈ ખેતલા ભાઈ ના પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત બનાવેલા ઘર ઉપર તારીખ ૧૧ ના સવાર ના એકા એક નીલગર નું એક ઝાડ પડતા મકાનના ઉપર લગાવેલ પતરા ભાગીને ભૂસ થઈ ગયા હતા ઘરના બધા સદસ્યો મજૂરી કામ માટે બહારગામ તેમજ બીજા સભ્યો બીજા ઘરમાં હોવાના કારણે કોઈને કોઈ પણ પ્રકારની ઈજા થઈ ન હોવાનું જાણવા મળી રહ્યું છે પરંતુ તેઓના ઘરના પતરા તૂટી જવાના કારણે નુકસાન થયું હતું.

Share This Article