
શબ્બીરભાઇ સુનેલવાલા, ફતેપુરા
ફતેપુરા મામલતદાર કચેરીમાં ડેપ્યુટી કલેકટર ફાલ્ગુનભાઈ પંચાલની અધ્યક્ષતામાં મીટીંગ યોજાઇ..
ફતેપુરા વિધાનસભા સાંસદ ખેલ સ્પર્ધા રમતગમત યોજાનાર હોય તેના આયોજન માટેની મિટિંગ યોજાય
ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા મામલતદાર કચેરીના સભાખંડમાં ડેપ્યુટી કલેકટર મધ્યાન ભોજન યોજનાના ફાલ્ગુનભાઈ પંચાલ ની અધ્યક્ષતામાં સાંસદ ખેલ સ્પર્ધા રમત ગમત ના આયોજન માટેની મીટીંગ યોજવામાં આવેલ હતી જેમાં ફતેપુરા મામલતદાર આર પી ડીંડોર સંજેલી મામલતદાર તાલુકા વિકાસ અધિકારી ફતેપુરા વસાવા તાલુકા વિકાસ અધિકારી સંજેલી તેમજ શાળાના આચાર્યશ્રીઓ શિક્ષકો શિક્ષિકા બહેનો ખૂબ જ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા 129 ફતેપુરા વિધાનસભા આગામી તારીખ 21 થી 23 જાન્યુઆરીના રોજ ત્રણ દિવસ માટે સાંસદ ખેલ સ્પર્ધા ફતેપુરા તાલુકાના મુખ્ય મથક આઈ કે દેસાઈ સ્કૂલના મેદાનમાં યોજાનાર છે તેના આયોજન માટેની મીટીંગ રાખવામાં આવેલ હતી તારીખ 24 થી 25 બે દિવસ આખા જિલ્લા માં સમાવેશ તમામ વિધાનસભા મતવિસ્તારની જિલ્લાની સાંસદ ખેલ સ્પર્ધા રમતગમત દેવગઢ બારીયા મુકામે યોજાશે જે અંગેની વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવેલ હતી