ફતેપુરાના દાઉદી વહોરા સમાજના 300 જેટલાં બિરાદરો જિયારત માટે પગપાળા ગલિયાકોટ જવા રવાના થયાં

Editor Dahod Live
1 Min Read

 વિનોદ પ્રજાપતિ @ફતેપુરા 

દાહોદ તા.11

દાઉદી વહોરા સમાજના ફતેપુરા થી ગલીયાકોટ પગપાળા જવા રવાના થયા
દાઉદી વ્હોરા સમાજનાં ભાઈઓ-બહેનો પગપાળા ગલીયાકોટ રવાના થયા હતા
ફતેપુરા થી ગલિયાકોટ સૈયદ ફખરુદીન શહીદના મીજાર પર જિયારત માટે રવાના થયા આશરે ૩૦૦ જેટલા ભાઈઓ-બહેનો પગપાળા ગલીયાકોટ જવા રવાના થયા ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા નગરમાં દાઉદી વ્હોરા સમાજના તેરસો જેટલા ભાઈઓ-બહેનો રાજસ્થાન મુકામે આવેલ ગલીયાકોટ સૈયદી શહિદના મજાર પર જયારત કરવા માટે રાત્રિના સમયે રવાના થયા હતા જુદા-જુદા શહેરો જેવા કે મુંબઈ સુરત દાહોદ લીમડી ઇન્દોર અમદાવાદ અલીરાજપુર જેવા વિવિધ શહેરોમાંથી તેરસ જેટલા ભાઈઓ-બહેનો ફતેપુરા મુકામે આવેલ ફકરી મસ્જિદ માં ભેગા થયા હતા ફકરી મસ્જિદ માં ચા નાસ્તો આપવામાં આવેલ હતો ત્યારબાદ ફકરી મસ્જિદ માં જનાબ મુ કુત્બુદ્દીનભાઈ સાહેબ ની સદારત માં માલિસ થઈ હતી તે બાદ સામુહિક ભોજન રાખવામાં આવેલું હતું ભોજન તમામ થયા બાદ ગલીયાગોટ જિયારત કરવા રાત્રે ૯ કલાકે રવાના થયા હતા જ્યાં રસ્તામાં ચા-નાસ્તો અને ઠંડા પાણીના (કેમંપ ) સ્ટોલ રાખવામાં આવ્યા હતા સૈયદી ફકરૂદ્દીન શહિદના મજાર પર જિયારત કરી સૈયદના આલી કદર મુફદ્દલ સૈફીદ્દીન સાહેબના લાંબા આયુષ્ય માટેની તેમજ દાહોદ મુકામે જલ્દીથી જલ્દી પધરામણી થાય તે માટે દુઆ કરવામાં આવેલી હતી તો પીએસ આઇ સી.ડી.બરંડાએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી વ્યવસ્થા કરી આપી હતી.

Share This Article