Thursday, 21/11/2024
Dark Mode

દેવગઢ બારિયાના પંચેલામાં વનવિભાગ દ્વારા વન મંડળીઓને વન ઉપજમાંથી થયેલા લાભમાંથી વન મંડળીઓને લાભ આપવામાં આવ્યા

દેવગઢ બારિયાના પંચેલામાં વનવિભાગ દ્વારા વન મંડળીઓને વન ઉપજમાંથી થયેલા લાભમાંથી વન મંડળીઓને લાભ આપવામાં આવ્યા

મઝહર અલી મકરાણી @ દે. બારીયા 

દે.બારીયા તા.01

દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના પંચેલા ગામે વનવિભાગ દ્વારા વન મંડળીઓને વન ઉપજમાંથી થયેલા લાભમાંથી વન મંડળીઓને પણ તેના લાભ આપવામાં આવ્યા.દાહોદ જિલ્લાના જંગલ વિસ્તારમાંથી ઉપજ થયેલી રકમમાંથી વન મંડળીઓને ને પણ વનવિભાગ દ્વારા આવ્યો તેનો લાભ આપવામાં આવ્યો.

રાજ્યકક્ષાના મંત્રી હસ્તે વન મંડળીઓને તેમના લાભોનું વિતરણ કરવામાં આવ્યું.
વનવિભાગના આ અભિગમથી અન્ય વન વાસીઓ આવનાર દિવસોમાં જંગલ નુ જતન સારી રીતે કરે તેવી આશા.
દાહોદ જિલ્લાનો કુલ વનવિસ્તાર ૮૯૨૦૮ હેકટર
મંડળી હેઠળ વનવિસ્તાર ૪૯૪૩૬ હેક્ટર
દાહોદ જિલ્લામાં કુલ ૧૩ વનવિભાગ રેંજ આવેલી છે અને તેમાં કુલ વનવિસ્તાર ૮૯૨૦૮ હેક્ટરનો આવેલો છે. જેમાં ૨૮૯ જેટલી સહભાગી વન મંડળી ઓ ૪૯૪૩૬ હેકટરમાં વનકર્મીઓ સાથે કામ કરી રહી છે. જેમાં સ્થાનિક ગામના જંગલોમાં થતી વન પેદાશની માવજત કરવી તેમજ જંગલ વિસ્તારમાં વૃક્ષારોપણ કરી વૃક્ષોની માવજત કરવી જેવા કાર્ય આ મંડળ દ્વારા કરવામાં આવી રહ્યા છે. ત્યારે હાલમાં આજે પણ કેટલાક જંગલ વિસ્તારમાં વન ઉપજ ઉપર કેટલાક વનવાસી ઓ પોતાની આજીવિકા સમાન તેના સહારે જીવી રહ્યા છે. ત્યારે આ વનવાસીઓની વન પેદાશમાંથી થતી ઉપજ એ ખરેખર તે વનવાસીઓને મળી રહે તે હેતુસર હાલમાં સરકાર દ્વારા એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો હોય તેમ આજ રોજ દેવગઢબારિયા તાલુકાના પંચેલાના જંગલ માં વટેડા,પંચેલા,પાચિયાસાલ,સીમામોઇ,જામરન અને લીમખેડાની સહભાગી વન વ્યવસ્થા મંડળીઓ દ્વારા જંગલ વિસ્તારમાં આ વન મંડળીઓ દ્વારા પાખા થયેલા વનોને પુન સ્થાપિત કરવા વન ઉપર આધારિત લોકોની આજીવિકા માટે વ્યવસ્થાપન દ્વારા સુધારો કરવો તથા તેઓ સશક્તિકરણ કરી પર્યાવરણમાં સુધારો તેમ જ ગરીબી દૂર કરવી. સ્થાનિક ગરીબ લોકોને સહાય જૂથો બનાવી ક્ષમતાવર્ધનની તાલીમ આપી માઈક્રોએન્ટરપ્રાઇઝ પ્રવૃત્તિઓ દ્વારા તેઓની આજીવિકામાં વૃદ્ધિ થાય તે હેતુસર આ મંડળીઓને જંગલ વિસ્તારમાંથી જે કઈ ઊપજ થઈ તે ઊપજમાંથી વનવિભાગ દ્વારા આ મંડળીઓ દ્વારા ગામના ગરીબ વનવાસીઓને મદદરૂપ થાય અને આ જંગલને પોતાનું જંગલ સમજી તેની સારીરીતે માવજત કરે તે ને લઇ આજ રોજ રાજ્ય કક્ષાના મંત્રી તેવા બચુભાઈ ખાબડના વરદ હસ્તે વન ઊપજમાંથી મળેલી રકમમાંથી વનવિભાગ દ્વારા અલગ-અલગ મંડળીઓને સિલાઈ મશીન સોલર લાઈટ તેમજ ભૂમિ ભેજ સંરક્ષણના કામો માટે રોકડ ચેકનું વિતરણ તેમજ જંગલમાંથી ઉપર થયેલ વાસ જે ૪૦ હજાર લાભાર્થીઓને આશરે ૧૦ લાખ રૂપિયાના વાસ મળી કુલ ૫૦ લાખ રૂપિયા જેટલી માતબર રકમ વનવાસીઓને આપવામાં આવી હતી.અને રાજ્યકક્ષાના મંત્રીએ વનવિભાગના કાર્યક્રમને લઈ ખરેખર પહેલા વન કર્મીઓ જંગલ વિસ્તારમાં કોઈને પ્રવેશ આપતા ન હતા ત્યારે હાલમાં આજ વનવાસીઓને ભરોસે જંગલ મૂક્યા હોય તેમ કહી જંગલ વિસ્તારના લોકોને જે રીતે વનવિભાગ મદદરૂપ થઇ છે. તે રીતે આ વનવાસીઓ મદદરૂપ થશે તો આ વિસ્તારમાં ક્યારે પણ જળસંકટ નહીં આવે અને એનો જંગલ વિસ્તાર હર્યોભર્યો રહેશે તેમ જણાવ્યું હતું. ત્યારે દાહોદ જિલ્લામાંથી સૌપ્રથમવાર આ કાર્યક્રમ શરૂ કરાયો હોય તેમ ડી.એફ.ઓ ઝાલાએ જણાવ્યું હતું ત્યારે આ કાર્યક્રમમાં જિલ્લાના ડી.એફ.ઓ ,એ.સી.એફ. પરમાર આર.એફ.ઓ પુરોહિત દેવગઢબારિયા રેન્જ સાગટલા રેન્જના આર.એફ.ઓ.બારિયા, વાસિયા ડુંગરીના આર.એફ.ઓ, લીમખેડા રેન્જના આર.એફ.ઓ સહિત વનકર્મીઓ ઉપસ્થિત રહી વનવાસીઓને તેમને મળેલા લાભો અપાવ્યા હતા. આમ દાહોદ જિલ્લાના વનવિભાગ દ્વારા એક નવતર પ્રયોગ અજમાવી દેવગઢ બારિયા તાલુકાના પંચેલા ગામે વન ઊપજમાંથી થયેલા ફાયદામાંથી મંડળીઓને સૌપ્રથમવાર લાભ આપવામાં આવ્યા હતો.
તસવીર દેવગઢ બારિયા તાલુકાના પંચેલા ગામે વનવિભાગ દ્વારા જંગલની ઊપજમાંથી જે ફાયદો થયો તેમાંથી વન મંડળીઓને તેનો લાભ આપવામાં આવ્યો તે રાજ્યકક્ષાના મંત્રી દ્વારા સિલાઈ મશીન વિતરણ કરવામાં આવ્યા તે દ્રશ્યમાન થાય છે .

error: Content is protected !!