
રિપોર્ટ-:બાબુ સોલંકી, સુખસર
દાહોદ જિલ્લામાં ન્યુ ગુજરાત પેટર્ન અન્વયે માધ્યમિક શાળાઓ મોડલ જી.આર.એસ.ઈ, એમ.આર.એસ. માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના નામે કરોડોની ગેરરિતી આચારવામાં આવતી હોવા બાબતે ઉચ્ચકક્ષાએ રજૂઆત.
ધોરણ 8 થી 12 ના વિદ્યાર્થીઓને ફિઝિક્સ,ગણિત,વિજ્ઞાન તેમજ ટેકનોલોજી વિષયની સોફ્ટવેર દ્વારા નીટ અને ગુજકેટની તાલીમ આપવામાં આવે છે.
વર્ષ 2018 થી વર્ષ 2022 સુધીમાં સુરતના અલગ-અલગ ટ્રસ્ટો બનાવી અધિકારીઓ અને ટ્રસ્ટીઓના મેળાપીપણાથી ગેરરિતી થતી હોવાનો આક્ષેપ.
તાલીમમાં મોટા પાયે ગેરરિતી થતી હોવા બાબતે કમિશનર આદિજાતિ ગાંધીનગર તથા મુખ્ય કારોબારી અધિકારી ડેવલપમેન્ટ સપોર્ટ એજન્સી ઓફ ગુજરાત આદિજાતિ વિકાસ વિભાગ તથા પ્રાયોજના વહીવટદાર દાહોદને રજૂઆત કરાઈ.
સુખસર,તા.13
દાહોદ જિલ્લામાં ન્યુ ગુજરાત પેટર્ન અન્વયે પ્રાયોજના વિસ્તારના તાલુકાની તમામ માધ્યમિક શાળાઓ મોડલ જી.આર.એસ.ઈ,એમ.આર. એસ.માં અભ્યાસ કરતા ધોરણ 8 થી 12 ના વિદ્યાર્થીઓને ફિઝિક્સ,ગણિત, વિજ્ઞાન તેમજ ટેકનોલોજી વિષયની સોફ્ટવેર દ્વારા નીટ અને ગુજકેટ વર્ષ 2018 થી 2022 ના 100% સહાયની તાલીમમાં અલગ-અલગ ટ્રસ્ટો બનાવી અધિકારીઓ અને ટ્રસ્ટીના મેળાપીપણાથી કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો હોવા બાબતે કમિશનર આદિજાતિ ગાંધીનગર તથા મુખ્ય કારોબારી અધિકારી ડેવલોપમેન્ટ સપોર્ટ એજન્સી ઓફ ગુજરાત આદિજાતિ વિકાસ વિભાગ તથા પ્રાયોજના વહીવટદાર દાહોદને સંજેલી તાલુકાના એક નાગરિક દ્વારા રજૂઆત કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત વિગતો મુજબ ગુજરાત રાજ્યમાં ન્યુ ગુજરાત પેટર્ન અન્વયે પ્રાયોજના વિસ્તારના જિલ્લાના તમામ તાલુકાઓની માધ્યમિક શાળાઓ મોડલ જી.આર.એસ.ઈ.,એમ.આર. એસ.માં અભ્યાસ કરતા ધોરણ 8 થી 12 ના વિદ્યાર્થીઓને ફિઝિક્સ,ગણિત, વિજ્ઞાન તેમજ ટેકનોલોજી વિષયની સોફ્ટવેર દ્વારા નીટ અને ગુજકેટ વર્ષ- 2018 થી 100% સહાયની તાલીમ આપવામાં આવે છે.જેમાં દાહોદ જિલ્લામાં સુરતના અલગ-અલગ ટ્રસ્ટો દ્વારા દાહોદના સ્થાનિક અધિકારીઓ તથા શાળા સંચાલકોના મેળાપીપણાથી આ યોજના માત્ર આગળ ઉપર ચલાવી કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચારવામાં આવી રહેલો બાબતે રજૂઆત કરવામાં આવી છે. તેમજ અરજદાર દ્વારા માહિતી અધિકાર હેઠળ માહિતી માંગતા તેની ફી ભરપાઈ કરવાનું જણાવતા અરજદાર ફી ભરવા માટે જતા”હાલ સાહેબ હાજર નથી.”ના બહાના હેઠળ ફી નહીં સ્વીકારી માહિતી નહીં આપી હોવાની પણ રજૂઆત કરવામાં આવી છે.
રજૂઆતમાં જણાવ્યા મુજબ સરકાર દ્વારા ગુજરાત રાજ્યમાં ન્યુ ગુજરાત પેટર્ન અંતર્ગત આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા દાહોદ જિલ્લામાં તમામ માધ્યમિક શાળાઓ મોડલ જી.આર.એસ.ઇ.,એમ.આર.એસ માં અભ્યાસ કરતા ધોરણ આઠ થી 12 ના વિદ્યાર્થીઓને ફિઝિક્સ,ગણિત, વિજ્ઞાન તેમજ ટેકનોલોજી વિશેની સોફ્ટવેર દ્વારા અને નીટ ગુજકેટની સોફ્ટવેર દ્વારા વર્ષ 2018 થી વર્ષ 2022 દરમિયાન 100% ની સહાયથી તાલીમ અલગ-અલગ ટ્રસ્ટના નામે અધિકારીઓ અને ટ્રસ્ટીઓના મેળાથીપણાથી આપી માત્ર કાગળ ઉપર જ કામો કરી ભ્રષ્ટાચાર આચરવામાં આવેલ હોવાની તેમજ જિલ્લાના શિક્ષણાધિકારીઓના દબાણથી આચાર્યો પાસેથી લાભાર્થી વિદ્યાર્થીઓની યાદી મંગાવી માત્ર કાગળ ઉપર જ કામ બતાવી આચાર્યો અને શિક્ષણાધિકારીના મેળાપિપણા થી કરોડો રૂપિયા ચાઉ કરવામાં આવ્યા હોવાની રજૂઆત કરવામાં આવેલ છે.
રજૂઆતમાં કરવામાં આવેલ આક્ષેપ મુજબ દાહોદ જિલ્લામાં ન્યુ ગુજરાત પેટર્ન અન્વયે પ્રાયોજના વહીવટના જવાબદારો દ્વારા જયવીર એજ્યુકેશન ટ્રસ્ટ સુરત,ધ પીપલ હ્યુમન સોસાયટી સુરત,મહાગુજરાત ઉદ્યોગ સેવા ટ્રસ્ટ સુરત,શ્રી ગુજરાત એજ્યુકેશન ટ્રસ્ટ સુરતના ટ્રસ્ટ દ્વારા ઘનશ્યામભાઈ પટેલ નામના વ્યક્તિ દ્વારા માત્ર કાગળ ઉપરજ કામો બતાવી આચાર્યોની ખોટી સહીઓ કરી વિપુલ પ્રમાણમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવેલ હોવાની રજૂઆત કરવામાં આવી છે.તેમજ હાલમાં પણ આ ટ્રસ્ટોને શિક્ષણ ખાતા દાહોદ દ્વારા કામગીરી સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી રહેલ હોવાની રજૂઆત કરવામાં આવી છે.
તેમજ દાહોદ જિલ્લામાં ન્યુ ગુજરાત પેટન અન્વયે વિસ્તારના જિલ્લાઓમાં તમામ માધ્યમિક શાળાઓમાં મોડેલ જી.આર.એસ.ઈ,એમ.આર.એસ.માં આચરવામાં આવેલ ગેરિતીની તટસ્થ અને નિષ્પક્ષ તપાસ હાથ ધરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.અને તે બાબતે યોગ્ય અને પૂરતી વિગતે તપાસ કરવામાં નહીં આવે તો અરજદાર દ્વારા નામદાર હાઇકોર્ટમાં રીટ દાખલ કરનાર હોવાનું પણ જાણવા મળે છે.