Thursday, 21/11/2024
Dark Mode

૨૬ ફેબ્રુઆરીએ વિધાનસભા ઘેરાવ અને તીરકામઠાં સાથે રસ્તા પર ઉતરવા બાબતે આદિવાસી સમાજ દ્વારા ફતેપુરામાં એક રેલી યોજી મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું

૨૬ ફેબ્રુઆરીએ વિધાનસભા ઘેરાવ અને તીરકામઠાં સાથે રસ્તા પર ઉતરવા બાબતે આદિવાસી સમાજ દ્વારા ફતેપુરામાં એક રેલી યોજી મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું

 વિનોદ પ્રજાપતિ @ ફતેપુરા  

ફતેપુરા તા.20

RBCને અનામત યાદીમાંથી હટાવવા આદિવાસી સમાજ ની રેલી
ગુજરાતમાં આદિવાસી સમાજ દ્વારા રબારી ભરવાડ ચારણ ને અનામતમાંથી દૂર કરવા ગાંધીનગર ખાતે હડતાલ પર ઉતર્યા છે તેમજ ૨૬ ફેબ્રુઆરીએ વિધાનસભા ઘેરાવ અને સમાજના લોકો તીર કામઠા સાથે માર્ગ ઉપર ઉતરશે તેવી સૂચના સાથે આદિવાસી સમાજ આજે ફતેપુરામાં એક રેલી યોજી મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું.

આ અંગે જાણવા મળ્યા પ્રમાણે આર.બી.સી સમાજને અનામત મુદ્દે આદિવાસી સમાજ દ્વારા ગાંધીનગર છાવણી ખાતે આંદોલન શરૂ કર્યું છે સરકાર દ્વારા આરબીસી સમાજને અનામતમાંથી દૂર કરી કાર્યવાહી કરવા આવેતેવી માંગ પ્રબળ બની રહી છે આદિવાસી સમાજનું આંદોલન ઉગ્ર બની રહ્યું છે આ મુદ્દે રબારી ભરવાડ ચારણ સમાજને અનુસૂચિત જનજાતિ સમાજમાંથી દૂર કરવાની કાર્યવાહી કરાય તેવી માંગ પ્રબળ બની છે
તો બીજુ બાજુ ધારાસભ્ય રમેશભાઈ કટારા એ પણ મુખ્યમંત્રી સમક્ષ માંગણી કરી છે જે બાબતે વિજય રૂપાણી ને પત્ર લખીને રજૂઆત કરી હતી જેમાં આ બાબતે વહેલી તકે કાર્યવાહી કરવા આવે તેવી ઉગ્ર રજૂઆત કરવામાં
આદિવાસી સમાજના લોકો હાથમા બેનર અને સૂત્ર ચાર સાથે માર્ગ પર ઊતર્યા હતા

error: Content is protected !!