રાજેશ વસાવે, દાહોદ
દાહોદમાં ગર્ભવતી મહિલાની એમ્બ્યુલન્સમાં પ્રસુતિ કરાવતા 108 ઈમરજન્સી સેવાના ઇએમટી તેમજ પાયલોટ..
દાહોદ તાલુકાના રાછરડા ગામની ગર્ભવતી મહિલાને પ્રસુતી માટે હોસ્પિટલ લઈ જતી વેળાએ મહિલાને રસ્તામાં પ્રસવની પીડા ઉપડતા ઇમર્જન્સી એમ્બયુલન્સ સેવાના ઇ.એમ.ટી પાયલોટે એમ્બયુલેન્સ માં જ મહિલાની સફળ પ્રસુતી કરાવી હતી.અને તયારબાદ બાળક અને માતા સ્વસ્થ જણાતા તેઓને નજીકના સી.એચસી સેન્ટર ઉપર મોકલી આપવામાં આવ્યા હતા.
ગુજરાતમાં 2008 થી શરૂ થયેલી ઇમર્જન્સી 108 અંબ્યુલેન્સ સેવા છેલ્લા 14 વર્ષોથી સરહદી તેમજ આદિવાસી બાહુલ્ય ધરાવતા દાહોદ જિલ્લાના આંતરિયાળ વિસ્તારોમાં ગરીબ તેમજ મધ્યમ વર્ગ માટે કટોકટીના સમયમાં લાખો લોકોના જીવ બચાવી સંજીવની સમાન સાબીત થઈ રહી છે.ત્યારે આવોજ એક વધુ કિસ્સો દાહોદ તાલુકાના રાછરડા ગામે સામે આવ્યો છે. જેમાં રાછરડા ગામની 24 વર્ષીય પરિણીત ગર્ભવતી મહિલા સમાબેન કૈલાશભાઈ પરમારને પ્રસુતી માટે હોસ્પિટલ લઈ જવાની હોવાથી તેમના પરીવારજનોએ 108 ઇમર્જન્સી સેવાને કોલ કરતા ટીમરડા ખાતે કાર્યરત ઇમરર્જન્સી 108એમ્બયુલેન્સ સેવાના ઇ.એમ.ટી નિલેશ ભલાભાઈ પાંડોર તેમજ પાયલોટ ઈશ્વરભાઈ લલ્લુભાઇ કટારા રાછરડા ગામેથી આ ગર્ભવતી મહિલાને હોસ્પિટલ ખાતે લઈ જવા માટે રવાના થયાં હતા.જોકે એમ્બ્યુલન્સ હોસ્પિટલમાં પહોંચે તે પહેલા જ સમાબેનને પ્રસવની પીડા ઉપડતા ઇ.એમ.ટી તેમજ પાયલોટે એમ્બયુલેન્સમાં જ પ્રસુતી કરાવવાની ફરજ પડી હતી.જ્યા સમાબેને પુત્રને જન્મ આપ્યો હતો.ત્યારબાદ માતા અને બાળક બન્ને સ્વસ્થ જણાતા એમ્બયુલેન્સ સેવાના કર્મચારીઓએ બન્ને માં દીકરાને વધુ સારવાર અર્થે ટીમરડા સી.એચ.સી સેન્ટર ખાતે મોકલી આપ્યા હતા.આ તબબકે 108 ઇમર્જન્સી સેવાના કર્મચારીઓની ઉત્કૃષ્ટ અને સરાહનીય કામગીરી બદલ સમાબેન પરમારનાં પરીવારજનોએ તેમનો આભાર માની તેમની કામગીરીને બિરદાવી હતી.