દેવગઢ બારિયામાં પુરપાટ આવતી ફોરવહીલ ગાડીએ રાહદારીને ઉડાવતા મોતને ભેટ્યો..

Editor Dahod Live
1 Min Read

ઇરફાન મકરાણી, દેવગઢ બારિયા

 

 

દેવગઢ બારિયામાં પુરપાટ આવતી ફોરવહીલ ગાડીએ રાહદારીને ઉડાવતા મોતને ભેટ્યો..

 

દાહોદ તા.૨૩

દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ નગરમાં એક ફોર વ્હીલર ગાડીના ચાલકે રસ્તાની સાઈડમાં ચાલતાં પસાર થઈ રહેલ એક રાહદારીને અડફેટમાં લેતાં રાહદારીનું ગંભીર ઈજાઓને પગલે મોત નીપજ્યાંનું જાણવા મળે છે.

 

ગત તા.૨૨મી સપ્ટેમ્બરના રોજ દેવગઢ બારીઆ નગરમાં આવેલ કન્યાશાળા સામે રોડ પર એક ફોર વ્હીલર ગાડીના ચાલકે પોતાના કબજાની ફોર વ્હીલર ગાડી પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી પસાર થઈ રહ્યો હતો તે સમયે ત્યાંથી ચાલતાં પસાર થઈ રહેલ દેવગઢ બારીઆ નગરમાં કાપડી રશી ફળિયામાં રહેતાં ૫૬ વર્ષીય મજીતભાઈ રસુલ કડવાને અડફેટમાં લેતાં મજીતભાઈને હાથે પગે શરીરે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં તેમનું મોત નીપજ્યું હતું.

 

આ સંબંધે ઈસુફભાઈ રસુલભાઈ કડવાએ દેવગઢ બારીઆ પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

 

Share This Article