Monday, 13/01/2025
Dark Mode

સિંગવડ તાલુકાના સાતકપુર ગામે જમીન સંબંધી મામલે બે પક્ષો વચ્ચે હથિયારો ઉંછળ્યા: ચાર ઈસમો ઇજાગ્રસ્ત

September 21, 2022
        1016
સિંગવડ તાલુકાના સાતકપુર ગામે જમીન સંબંધી મામલે બે પક્ષો વચ્ચે હથિયારો ઉંછળ્યા: ચાર ઈસમો ઇજાગ્રસ્ત

કલ્પેશ શાહ, શિંગવડ

 

સિંગવડ તાલુકાના સાતકપુર ગામે જમીન સંબંધી મામલે બે પક્ષો વચ્ચે હથિયારો ઉંછળ્યા: ચાર ઈસમો ઇજાગ્રસ્ત

 

દાહોદ તા.૨૧

 

દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકાના ચાચકપુર ગામે જમીન સંબંધી મામલે બે પક્ષો વચ્ચે મારક હથિયારો વડે મારામારી થતાં ચાર જણાને શરીરે ઈજાઓ પહોંચતાં સામસામે પોલીસમાં ફરિયાદ નોંધાંયાંનું જાણવા મળે છે.

 

ચાચકપુર ગામે નીસરતા ફળિયામાં રહેતાં સુરેશભાઈ સરતનભાઈ નીસરતાએ નોંધાંવેલ ફરિયાદમાં જણાવ્યાં અનુસાર, ગત તા.૧૦મી સપ્ટેમ્બરના રોજ ગામમાં રહેતાં બીજલભાઈ વજાભાઈ નીસરતા, જીતેન્દ્રભાઈ વીજલભાઈ નીસરતા, સુરેશભાઈ બીજલભાઈ નીસરતાસ જયેશભાઈ બીજલભાઈ નીસરતા, કાળીબેન બીજલભાઈ નીસરતા અને શીતલબેન જયેશભાઈ નીસરતાનાઓએ એકસંપ થઈ ગેરકાયદે મંડળી બનાવી પોતાની સાથે તલવાર જેવા મારક હથિયારો ધારણ કરી સુરેશભાઈનાઓ પાસે આવ્યાં હતાં અને બેફામ કહેવા લાગેલ કે, આ સરકારી જમીન તમારી નથી, અમારી છે, તેમ કહી એકદમ ઉશ્કેરાઈ જઈ તલવારનો ઘા સુરેશભાઈને પગના ભાગે મારી ઈજા પહોંચાડી મારી નાંખવાની ધમકી આપી હતી.

 

જ્યારે સામાપક્ષેથી ચાચકપુર ગામે નીસરતા ફળિયામાં રહેતાં જયેશભાઈ બીજલભાઈ નીસરતાએ નોંધાંવેલ ફરિયાદમાં જણાવ્યાં અનુસાર, ગત તા.૧૦મી સપ્ટેમ્બરના રોજ પોતાના ગામમાં રહેતાં સુરેશભાઈ સરતનભાઈ નીસરતા, પરેશભાઈ સરતનભાઈ નીસરતા, પંકજભાઈ સરતનભાઈ નીસરતા, જીજ્ઞેશભાઈ સરતનભાઈ નીસરતા, સંતોષબેન સુરેશભાઈ નીસરતા અને અંજનાબેન પરેશભાઈ નીસરતાનાઓએ પોતાના હાથમાં છુટ્ટા પથ્થરો અને મારક હથિયારો ધારણ કરી જયેશભાઈના ઘર તરફ આવ્યાં હતાં અને બેફામ ગાળો બોલી કહેવા લાગેલ કે, આ જમીન તમારી નહીં અમારી છે, તેમ કહી એકદમ ઉશ્કેરાઈ જઈ બેફામ ગાળો બોલી સુરેશભાઈ, જીતેન્દ્રભાઈ અને બીજલભાઈને છુટ્ટા પથ્થરો મારી શરીરે, હાથે પગે અને માથાના ભાગે ઈજાઓ પહોંચાડી મારી નાંખવાની ધમકીઓ આપી ભારે ધિંગાણું મચાવ્યું હતું.

 

આ સંબંધે બંન્ને પક્ષો દ્વારા સામસામે રણધીકપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે સામસામે ફરિયાદ નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!