ઈરફાન મકરાણી :-દે.બારિયા
દે.બારિયા વીજ કંપની દ્વારા નગરમાં આઠ આઠ કલાકની વીજ પ્રવાહનો કાપ મુકતા નગરજનો લાલ ઘૂમ…
વીજ પ્રવાહ બંધ રહેવાનો આગલા દિવસે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું
આઠ કલાકથી વધુ સમય લાઈટ બંધ રહેતા નગરજનો લાલઘૂમ..
વીજ કંપની દ્વારા આટલો લાંબો વીજ કાપથી ગરમીમાં લોકો બફાયા..
દેં. બારીયા તા.14
દેવગઢબારિયા નગરમાં તારીખ ૧૪ સપ્ટેમ્બરના રોજ નગરમાં વીજ કંપની દ્વારા વીજ પ્રવાહ બંધ રાખવા માટેની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારે વીજ કંપની દ્વારા નગરમાં ૬૬ કેવી દેવગઢબારિયા એસએસ(અર્બન) જે સવારે સાત થી સાંજના ત્રણ વાગ્યા સુધીનો વીજ કામ મૂકવામાં આવ્યો હતો. જેમાં આ વીજ પ્રવાહ સાંજે 4:00 વાગ્યા પછી મોડી સાંજે ચાલુ કરતા આ ભારે બફારા વચ્ચે લોકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા હતા. જેમાં કેટલાક લોકોએ જનરેટર તો કેટલાક લોકો ઇન્વેટરનો ઉપયોગ કરી ગરમીનો છુટકારો મેળવ્યો હતો. જેમાં કેટલાક ગરીબ પરિવારો આ લાંબા સમયના વીજ કાપ થી જેમાં જાહેર કરેલા સમય કરતા વધુ સમય વીજ પ્રવાહ બંધ રહેતા કેટલાક નગરજનો લાલભૂમ બન્યા હતા અને કેટલાક નગરજનો દ્વારા આ બાબતે ઉચ્ચસ્તરે રજૂઆત પણ કરી હતી. ત્યારે આ વીજ કાપ થી નગરમાં નગરજનોના મુખે એવું ચર્ચા રહ્યું છે કે વીજ કંપની દ્વારા અગાઉ અનેક મંગળવાર વીજ પ્રવાહનો કાપ મૂકવામાં આવતો હતો ત્યારે આટલા સમય લાંબા લાંબા સમય માટે આ વીજ પ્રવાહ બંધ રાખવા પાછળ ક્યાંક વીજ કંપનીની અધિકારીઓની પોલ છુપાયેલી હોઈ તેમ જોવાઈ રહ્યું છે.