ગરબાડા તાલુકાના અભલોડ ગામે કૂવામાં પડેલા બાળકનો જીવ બચાવતો દાહોદ એસોજી પોલીસનો જવાન
દાહોદ પોલીસની માનવતા આવી સામે કૂવામાં પડેલા નાના બાળકને બચાવવા પોલીસ જવાને કૂદકો મારી પાણી ભરેલા કુવામાંથી બાળકને સહી સલામત બહાર કાઢ્યો
ખાકીની માનવતા:દાહોદ નજીક આવેલા ગરબાડા તાલુકાના અભલોડ ગામે કૂવામાં પડેલા બાળકનો જીવ બચાવ્યો
ગરબાડા તા.02

એસ.ઓ.જી પોલીસના જવાને દાહોદ તાલુકાના ગામના કુવામાં પડી ગયેલા એક નાના બાળકને દાહોદ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પોલીસ જવાનો પેટ્રોલિંગ કરી રહ્યા હતા. તેવા સમયે રોડની બાજુમાં બાજુના કુવા ઉપર લોકો ભેગા થતા ત્યાં એસ.ઓ.જી પોલીસના જવાનોએ

કૂવામાં છલાંગ લગાવી પોતાની જાનની ચિંતા કર્યા વગર તે બાળકની જિંદગી બચાવી હતી. અને તેને સહી સલામત રીતે પાણી ભરેલા કુવામાંથી બહાર કાઢવામાં આવ્યો હતો જે ખરેખર પોલીસની માનવતા ને લોકોએ બિરદાવી હતી
ગરબાડા તાલુકાના અભલોડ ગામે કુવામાં પડેલ બાળકને એસ ઓ જી પોલીસ જવાને કૂવામાં ચલાન મારી જીવ બચાવ્યો હતો
