ઈરફાન મકરાણી :- દે. બારીયા
દે.બારીયા એસ.ટી ડેપોમાં પીપલોદ નવાગામ નવા બસ રૂટ ને સાસંદ દ્વારા લીલીઝડી
દે.બારીયા એસટી ડેપોમાં નવા રૂટ પીપલોદ નવાગામ પીપલોદ બસ ને દાહોદ સાંસદ ભાભોરે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું.
પ્રાપ્ત વિગતો મુજબ સીંગવડ તાલુકા ના નવાગામ પતંગડી વિસ્તાર ના ગામડા ના લોકો ને પીપલોદ ખરીદી માટે તેમજ વિદ્યાર્થીઓ ને અભ્યાસ કરવા જવા આવવા માટે વર્ષોથી કોઈ એસટી સેવા ઉપલબ્ધ ના હતી. જે અંગે દાહોદ જિલ્લા સાંસદ જસવંત ભાભોર અને લીમખેડા ધારાસભ્ય શૈલેષ ભાભોર ને સ્થાનિક આગેવાનો અને કાર્યકર્તાઓ એ વારંવાર રજુઆત કરતા આખરે મુસાફર જનતા સહીત વિદ્યાર્થીઓ ની આતુરતા નો અંત આવ્યો હતો.દાહોદ સાંસદ જસવંત ભાભોર અને દાહોદ જિલ્લા પંચાયત પ્રમુખ શીતલ વાઘેલા એ બસ ને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.
દેવગઢબારીયા એસટી ડેપો દ્વારા શરૂ કરવામાં આવેલ આ નવીન રૂટ ની બસ પીપલોદ થી નવાગામ ચોકડી અને નવાગામ ચોકડી થી પીપલોદ એમ બે વિદ્યાર્થી ટ્રીપ માટે સ્પેશ્યલ ઉપાડવા માં આવશે જેમાં પીપલોદ , તોયણી પસાયતા જામદરા, કેસરપુર, વાઘનળા, લીંબોદર, પતંગડી ગામોના અંદાજીત 150 થી 200 વિદ્યાર્થીઓ ને લાભ મળશે તેમ દેવગઢબારીયા ડેપો મેનેજર શાંતિલાલ પટેલે જણાવ્યું હતું.